News of Thursday, 7th August 2025
જામનગરમાં વ્યાજની મુદલ રકમ ચુકવી દીધી છતા વ્યાજખોરે પઠાણી ઉઘરાણી કરતા પોલીસ ફરિયાદ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૭: અહીં સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં જીગ્નેશભાઈ મગનભાઈ ખાણધર, ઉ.વ.૩૩, રે. રણજીતસાગર રોડ, ન્યુ ભાનુ પેટ્રોલ પંપ પાછળ નદીના સામાકાંઠે, જામનગરવાળા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૬-૪-ર૦ર૦ ના ફરીયાદી જીગ્નેશભાઈ ને રૂપિયાની જરૂરીયાત હોય જેથી ગ્રીનસીટી મુકેશભાઈની દુકાને આરોપી અશોકભાઈ ઉર્ફે જાંબુ મુળજીભાઈ નંદા પાસેથી કટકે કટકે રૂ.૧,૭૦,૦૦૦/- માસીક ર૦ૅ ના વ્યાજે લીધેલ હોય અને ફરીયાદી જીગ્નેશભાઈના પરીવારના સભ્યોના કોરા સહીઓ કરેલ આઠ ચેક આપેલ હોય જેનું ગઈ તા.૭-૩-ર૦રપ સુધી ગુગલ પે થી રૂ.૬,ર૮,૦૦૦/- વ્યાજ તથા મુળ રકમ ચુકવી આપેલ હોય તેમ છતા વ્યાજનું વ્યાજ અને મુળીની પઠાણી ઉઘરાણી કરતા હોય અને ફરીયાદી જીગ્નેશભાઈ ના પિતા મગનભાઈ ના નામનો એચ.ડી.એફ.સી. બેન્ક ખાતાના ચેકો રીર્ટન કરાવી ફરીયાદી જીગ્નેશભાઈ ના પિતા ઉપર રૂ.૧ર,૦૦,૦૦૦/- ની ફરીયાદ કરેલ હોય અને ફરીયાદ જીગ્નેશભાઈને કહેલ કે રૂપિયા નહી આપો તો હજી બીજા ચેક રીટર્ન કરીશ તેમ ધમકી આપી ગુનો કરેલ છે.
દરબારગઢ પાસે દારૂ સાથે ઝડપાયો
જામનગર : અહી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. વિક્રમસિંહ ભરતસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૬-૮-ર૦રપના દરબારગઢ સર્કલ પાસે આરોપી અનિરૂઘ્ધસિંહ બટુકસિંહ જાડેજા એ પોતાના હવાલામાં ગેરકાયદેસર પાસ પરમીટ વગર ભારતીય બનાવટની ઈંગ્લીશ દારૂની બોટલ નંગ-૧, કિંમત રૂ.પ૦૦/- સાથે ઝડપાઈ ગયેલ છે.
યુવકને માર માર્યો
જામનગર : અહીં સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફારૂકભાઈ હનીફભાઈ ચાવડા, ઉ.વ.૩૭, રે. ગરીબનગર, પાણખાણ, ઈમામખાનની બાજુમાં એ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર-૮-ર૦રપના ફરીયાદી ફારૂકભાઈના ઘર પાસે હુશેની ચોક ખાતે ગયેલ ત્યારે આરોપી સુલ્તાન અનવરભાઈ સમેજા, કબીર જાફરભાઈ સમેજા તથા ફારૂક દાઉદભાઈ સમેજાઓ સાહેદ આરીશ સાથે બોલચાલી ઝગડો કરતા હોય જેથી ફરીયાદી ફારૂકભાઈ એ સાહેદ આરીશ સાથે ઝગડો કરવાની ના પાડતા ત્રણેય આરોપીઓ એકદમ ઉશ્કેરાઈ જઈ ફરીયાદી ફારૂકભાઈને જેમ ફાવે તેમ ભુંડી ગાળો આપી આરોપી સુલ્તાન તથા ફારૂક દાઉદભાઈ એ ફરીયાદી ફારૂકભાઈને શરીરે જેમ ફાવે તેમ ઢીકાપાટુનો માર મારી આરોપી કબીર એ તલવાર વડે ફરીયાદી ફારૂકભાઈને એક ઘા માથામા પાછળના ભાગે મારી માથામા ટાકાની ઈજાઓ પહોંચાડી આરોપી સિકદર અનવરભાઈ સમેજા એ ફરીયાદી ફારૂકભાઈને ઢીકાપાટુનો માર મારતા સાહેદ આરશી વચ્ચે પડતા તેને પણ ઢીકાપાટુનો માર મારી ગુનામાં એકબીજાની મદદગારી કરી જિલ્લા કલેકટરના હથીયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ છે.
મહાદેવનગરમાં જુગાર રમતી ચાર મહિલા સહિત છ ઝડપાયા
જામનગર : અહીં સીટી સી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. વનરાજભાઈ ભગુભાઈ ખાવડ એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૬-૮-ર૦રપના મહાદેવનગર પાણીના ટાંકા પાસે આરોપીઓ આશીષભાઈ દયાશંકરભાઈ પડીયા, નંદસિઘ બજરંગસિઘ રાઠોડ, ભાવિશાબેન સુનીલભાઈ ધીરજલાલ, નીમુબેન ભગવાનજીભાઈ મોરારજીભાઈ ભોગાયતા, લાભુબેન રમણીકભાઈ માણેકલાલ રાજયગુરૂ, દિવ્યાબેન વિશાલસિંહ રણજીતસિંહ જાડેજા એ ગંજીપતાના પાના વડે તીનપતી રોનપોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રેઈડ દરમ્યાન રોકડા રૂ.૬૩૧૦/- સાથે ઝડપાઈ ગયેલ છે.
બીયરના ૧૦ ટીન સાથે ઝડપાયો
જામનગર : અહી સીટી સી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ. નારણભાઈ બાબુભાઈ સદાદીયા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૬-૮-ર૦રપના એરફોર્સ રોડ દિગ્જામ મીલ સામે આરોપી જગતસિંહ ચંદુભા પીંગળ એ પોતાના કબ્જામાં ભારતીય બનાવટની બીયર ટીન નંગ-૧૦, કિંમત રૂ.૧૭પ૦/- સાથે ઝડપાઈ ગયેલ છે.
દારૂના નશામાં ઝેરી દવા પી જતા યુવાનનું મોત
જામનગર : કાલાવડ તાલુકાના ભાવાભી ખીજડીયા ગામે પરસોતમભાઈ સવજીભાઈ અજુડીયાની વાડીએ રહેતા સુમીત્રાબેન શૈલેષભાઈ બાબુભાઈ ંઉમા, ઉ.વ.૪૪ એ કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, તા.૩૦-૭-ર૦રપના મરણજનાર શૈલેષભાઈ બાબુભાઈ ઉમા, ઉ.વ.૪પ વાળાને દારૂના નાશામા પોતાની જાતે ઝેરી જંતુનાશક દવા પી જતા સારવારમાં સરકારી હોસ્પિટલ રાજકોટમાં સારવાર દરમ્યાન ફરજ પરના ડોકટર સાહેબે જોઈ તપાસી મરણ ગયેલ છે.
સપડા ગામે જુગાર રમતા
આઠ ઝડપાયા
જામનગર : પંચ એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. કમલેશભાઈ અમુભાઈ ખીમાણીયા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૭-૮-ર૦રપના સપડા ગામ, બાપા સીતારામ ચોકમાં આરોપીઓ રાજભા ગગુભા જાડેજા, બહાદુરસિંહ ગગુભા જાડેજા, જગદીશભાઈ રમણીકભાઈ ચોવટીયા, યુવરાજસિંહ બહાદુરસિંહ જાડેજા, અનિરૂઘ્ધસિંહ મનુભા જાડેજા, રવીન્દ્રસિંહ નવલસિંહ પરમાર, કુપાલસિંહ જયેન્દ્રસિંહ જાડેજા એ ગંજીપતાના પાના વડે તીનપતી રોનપોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રેઈડ દરમ્યાન રોકડા રૂ.૩૬,૪૪૦/- તથા મોબાઈલ ફોન નંગ-૩, કિંમત રૂ.૭,૦૦૦/- મળી કુલ મુદામાલ રૂ.૪૩,૪૪૦/- સાથે ઝડપાઈ ગયેલ છે.
(1:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
