<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 7th August 2025

જામનગર મહાનગરપાલિકાના કામોમાં ભાજપ દ્વારા 40% નો ભ્રષ્ટાચાર : કોંગ્રેસ અને વિપક્ષી કોર્પોરેટરો દ્વારા સુત્રોચાર કરીને સ્ટીકરો ચોટાડી વિરોધ

જામનગર:: મહાનગરપાલિકામાં સ્ટેન્ડિંગ કમિટીના હોલ બહાર કોંગ્રેસ અને વિપક્ષી કોર્પોરેટરોએ રંગમતી નદીના ઉડા કરવાના કામ, ઠેબા નજીક કચરો ઠાલવવા મુદ્દે અને રોડ રસ્તાના કામોમાં ભ્રષ્ટાચાર થતો હોવાના આક્ષેપ સાથે સુત્રોચાર કરી સ્ટીકરો ચોટાડી વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે. અને આ સમગ્ર મુદ્દે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને ભાજપ દ્વારા 40% નો ભ્રષ્ટાચાર થતો હોવાના શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા, વિપક્ષી નેતા ધવલ નંદાની આગેવાનીમાં કોંગ્રેસી કાર્યકરોએ નારા લગાવી ડેપ્યુટી કમિશનરને આવેદનપત્ર પાઠવ્યું હતું.(અહેવાલ:મુકુંદ બદિયાણી,તસવીર : કિંજલ કારસરીયા, જામનગર)

(2:40 PM IST)