<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 7th August 2025

કુંકાવાવ મોટીમા શનિવારે સમસ્‍ત બ્રહ્મસમાજ દ્વારા શ્રાવણી પર્વઃ નુતન યજ્ઞોપવિત ધારણ વિધિ-ભોજન પ્રસાદ

રાજકોટ, તા. ૭: સમસ્‍ત બ્રહ્મસમાજ કુકાવાવ મોટી દ્વારા શ્રવણ નક્ષત્રના દિવસે શ્રાવણી પર્વ કાર્યક્રમ  તારીખ ૯ ને શનિવારે રક્ષાબંધન ના રોજ રાખવામાં આવેલ છે.સવારે નુતન યજ્ઞોપવિત બદલવાની વિધિ યોજાશે.

ભોજન પ્રસાદના યજમાન સ્‍વ. વિઠ્ઠલદાસ ખીમજીભાઈ ખંભોળીયા, સ્‍વ. કંચનબેન વિઠ્ઠલદાસ ખંભોળીયા પરીવાર છે. તેઓનુ સન્‍માન બાદ શ્રી નિલકંઠ મહાદેવ મંદિર દર્શનાર્થે જશે ત્‍યાર પછી બપોરે ૧૨ કલાકે શ્રી ભુરખીયા હનુમાનજી મંદિર, પ્રાથમિક શાળા પાસે ભોજન સમારંભ યોજાશે.જેમાં સમસ્‍ત બ્રહ્મસમાજના જ્ઞાતિજનોને ઉપસ્‍થિત રહેવા પ્રમુખ તથા મંત્રી તરફથી નિમંત્રણ પાઠવાયુ છે. બ્રહ્મ ભોજનના યજમાન સ્‍વ. વિઠ્ઠલદાસ ખીમજીભાઇ ખંભોળીયા, સ્‍વ.કંચનબેન વિઠ્ઠલદાસ ખંભોળિયા પરિવાર  વતી જીતુભાઈ ખંભોળીયા તથા હિરેનભાઈ તથા દેવાંગભાઈ તરફથી  સમસ્‍ત બ્રહ્મસમાજ જ્ઞાતિજનોને આ શ્રાવણી પર્વ ભોજન પ્રસાદમાં પધારવા નિમંત્રણ પાઠવાયુ છે.

(2:11 PM IST)