News of Thursday, 7th August 2025
ધ્રાંગધ્રાના હળવદ રોડ પર શિવ શક્તિ સોસાયટીમાં એક ઘરમાંથી આધેડની કોહવાયેલ લાશ મળી
પોલીસે મૃતદેહનો કબજો લઇ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી:પોલીસ એ કરેલ પ્રાથમીક તપાસમાં આધેડનું નામ અતુલભાઇ ગીરજાશંકર સોમપુરા હોવાનું સામે આવ્યું

ધ્રાંગધ્રા શહેરના હળવદ રોડ પર શિવ શક્તિ સોસાયટીમાં એક ઘરમાંથી આધેડની કોહવાયેલ લાશ મળી છે. શિવ શક્તિ સોસાયટીમાં ઘરમાં દુર્ગંધ આવતા આજુબાજુના લોકોએ પોલીસને જાણ કરી હતી. જેથી પોલીસે દરવાજો તોડી તપાસ કરતા ઘરમાંથી આધેડ પુરૂષની કોહવાઇ ગયેલ લાશ મળી હતી.
પોલીસે મૃતદેહનો કબજો લઇ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે. પોલીસ એ કરેલ પ્રાથમીક તપાસમાં, આધેડનું નામ અતુલભાઇ ગીરજાશંકર સોમપુરા હોવાનું સામે આવ્યું હતુ. હવે પોલીસે આધેડનું મોત કુદરતી છે કે પછી અન્ય કોઈ કારણ તેની તપાસ હાથ ધરી.
(7:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
