<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 7th August 2025

રાણાવાવના રાણા વડવાળા ગામના પઠાકડા સીમમાં બંધ હાલતમાં રહેલ સીમશાળામાંથી દારૂનો મોટો જથ્થો ઝડપી લેતી પોરબંદર એલસીબી: આરોપી ફરાર : જુઓ વિડીયો

સીમશાળા પાછળના બાથરૂમમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની બોટલો નંગ-૩૮૪૦ મળી : 6.82 લાખથી વધુનો મુદામાલ જપ્ત

( પરેશ પારેખ દ્વારા ) પોરબંદર : રાણાવાવ પો.સ્ટે. ના રાણા વડવાળા ગામની પઠાકડા સીમમાં આવેલ બંધ હાલતમાં રહેલ સીમશાળામાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની બોટલો નંગ-૩૮૪૦ કી.રૂા. ૬,૮૨,૮૦૦/- ની કીંમતનો ગણનાપાત્ર કેસ પોરબંદર એલ.સી.બી.પોલીસે શોધી કાઢ્યો છે 

જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા તથા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાનાઓ દ્રારા વખતો વખત પોરબંદર જીલ્લામાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની પ્રવૃત્તિ નેસ્ત નાબુદ કરવા આપેલ સુચનાઓ તથા માર્ગદર્શન અન્વયે એલ.સી.બી. I/C પો.ઈન્સ. શ્રીઆર.કે.કાંબરીયા તથા એલ.સી.બી. સ્ટાફના માણસો રાણાવાવ પો.સ્ટે. વિસ્તાર પેટ્રોલીંગમાં હતા

  દરમ્યાન એલ.સી.બી. ના ASI ગોવિંદભાઇ મકવાણા તથા HC સલીમભાઇ પઠાણને હકીકત મળેલ કે, રાણા વડવાળા ગામની પઠાકડા સીમમાં આવેલ બંધ પડતર સીમશાળામાં પાછળ આવેલ બાથરૂમમાં રાણા વડવાળા ગામ તુંબડતોલનેશમાં રહેતા રામા મુરૂભાઇ ચાવડા ગે.કા. ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલોના જથ્થાની હેરાફેરી કરવાનો છે. 

  તેવી હકીકત મળતા તુરત હકીકતવાળી જગ્યાએ રેઇડ કરતા મજકુર રામા મુરૂભાઇ ચાવડા હાજર હોય જે પો.સ્ટાફને જોઈને સીમશાળાની દિવાલ કુદીને બાવળની કાટમાં અંધારામાં નાશી ગયેલ અને મજકુરે સીમશાળામાં પાછળ આવેલ બાથરૂમમાં છુપાવેલ ભારતીય બનાવટના વિદેશી દારૂના અલગ-અલગ બ્રાન્ડના કંપની શીલપેક કાચના તથા પ્લાસ્ટીકના ચપટા (નાની બોટલો) ભરેલ પુઠ્ઠાના બોક્ષ નંગ-૮૦ ચપટા (નાની બોટલો) નંગ-૩૮૪૦ કી.રૂા. ૬,૮૨,૮૦૦/- મળી આવતા નાશી જનાર આરોપી રામા મુરૂભાઇ ચાવડા વિરૂધ્ધ રાણાવાવ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનનો ગુન્હો રજી. કરવામાં આવેલ છે.

  નાશી જનાર રામા મુરૂભાઇ ચાવડા ( રહે. તુંબડતોલનેશ રાણા વડવાળા ગામ તા.રાણાવાવ જી.પોરબંદર) 

પકડાયેલ મુદામાલ (૧) બ્લેક ફાલ્કન સીપીરીયર ગ્રેઇન વ્હીસ્કી કંપનીના ૧૮૦ એમએલ ભરેલ ચપટા (નાની બોટલો) નંગ-૨૨૫૬ કી.રૂા. ૨,૨૫ ૬૦૦/-(૨) ભારતીય બનાવટના વિદેશી દારૂના મેકડોવેલ્સ નં ૧ ઓરીજનલ બ્લેન્ડેડ વ્હીસ્ક્રી કંપનીના ૧૮૦ એમએલ ભરેલ ચપટા (નાની બોટલો) નંગ- ૧૧૫૨ કી.રૂા. ૩,૧૬,૮૦૦/-(3) ભારતીય બનાવટના વિદેશી દારૂના રોયલ ચેલેન્જ ફાઇનેસ્ટ પ્રીમીયલ વ્હીસ્કી કંપનીના ૧૮૦ એમએલ ભરેલ ચપટા (નાની બોટલો) નંગ- ૪૩૨ કી.રૂા. ૧,૪૦,૪૦૦/-કુલ પુઠ્ઠાના બોક્ષ નંગ-૮૦ ચપટા (નાની બોટલો) નંગ-૩૮૪૦ કી.રૂા. ૬,૮૨,૮૦૦/-
આરોપીનો ગુનાહિત ઇતિહાસ:(૧) રાણાવાવ પો.સ્ટે. ગુ.ર.નં C-11218015200034/૨૦૨૦ પ્રોહી. ૬૬(૧)બી, ૬પઇ, ૧૧૬બી, ૮૧, ૯૮(૨) મુજબ(૨) રાણાવાવ પો.સ્ટે. ગુ.ર.નં C-11218015210543/૨૦૨૧ પ્રોહી. ૬પઇ, ૧૧૬બી, ૮૧ મુજબ(3) રાણાવાવ પો.સ્ટે. પાસા દરખાસ્ત નં. ૦૯/૨૦૨૧ તા.૩૦/૦૭/૨૦૨૧ મુજબ (૪) રાણાવાવ પો.સ્ટે. પ્રોહી. ૯૩ નં. ૮૭/૨૦૨૨ તા.૨૧/૧૧/૨૦૨૨ મુજબ.

(9:59 PM IST)