<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 8th August 2025

માળિયા વર્ષામેડી ગામ નજીકથી શંકાસ્પદ પેટ્રોલીયમ જથ્થાની હેરાફેરી કરનાર ઝડપાયો: ૩.૨૮ લાખનો મુદામાલ જપ્ત

ગાડીમાં ભરેલ જથ્થો ગેરકાયદે હેરાફેરી કરી વેચાણ અર્થે લઇ જતો હોવાનું ખુલ્યું

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : મોરબીના માળિયા તાલુકાના વર્ષામેડી ગામ જુમ્મા વાડી ફાટક પાસેથી સુપર કેરી લોડીંગ ટેમ્પોમાં શંકાસ્પદ પેટ્રોલીયમ પ્રોડક્ટની હેરાફેરી કરી વેચાણ કરવાના ઈરાદે જતાશખ્શને  ઝડપી લઈને પોલીસે શંકાસ્પદ પેટ્રોલીયમનો જથ્થો અને વાહન સહીત ૩.૨૮ લાખનો મુદામાલ પોલીસે જપ્ત કર્યો છે.

માળિયા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન સુપર કેરી ટેમ્પો ગાડીમાં શંકસ્પદ પેટ્રોલીયમ પ્રોડક્ટ ભરી વેચાણ અર્થે જતો હોવાની બાતમી મળતા શંકાસ્પદ સુપર કેરી ટેમ્પો જીજે ૩૬ વી ૫૦૭૯  વર્ષામેડી ફાટક પાસે રોકી તલાશી લેતા લાયસન્સ કે પરમીટ વિના પેટ્રોલીયમ પ્રોડક્ટનો જથ્થો મળી આવ્યો હતો અને યુક્તિ [પ્રયુક્તિથી પૂછપરછ કરતા ગાડીમાં ભરેલ જથ્થો ગેરકાયદે હેરાફેરી કરી વેચાણ અર્થે લઇ જતો હોવાનું ખુલ્યું હતું જેથી પોલીસ ટીમે ટેમ્પો ચાલક જયેશ ભગવાનજીભાઈ ખાદા (ઉ.વ.૨૯) (રહે શનાળા બાયપાસ દલવાડી સર્કલ મોરબી મૂળ રહે વવાણીયા તા માળિયા વાળા) ને ઝડપી લીધો હતો પોલીસે ૩૦ કેરબામાં શંકાસ્પદ પેટ્રોલીયમ જથ્થો ૧૮૦૦ લીટર કીમત રૂ ૧,૨૬,૦૦૦ સુપર કેરી સીએનજી ગાડી કીમત રૂ ૨ લાખ અને મોબાઈલ કીમત રૂ ૨૦૦૦ સહીત કુલ રૂ ૩,૨૮,૦૦૦ નો મુદામાલ કબજે લીધો છે.


 

(12:19 AM IST)