<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 8th August 2025

મોરબીના અમરનગર ગામે ચાર શખ્શોએ બે યુવાનોને માર માર્યો, છરી વડે ઈજા પહોંચાડી.

ઢીંકા પાટું મારી આરોપી ધરમરાજે ભુપતભાઈને છરી વડે ઈજા કરી હતી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી તાલુકાના અમરનગર ગામે બોલાચાલીનો ખાર રાખી ચાર શખ્શોએ બે યુવાનોને માર મારી છરી વડે ઈજા પહોંચાડી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના શક્તિનગર ગામે રહેતા ચિરાગભાઈ ઘેલાભાઈ મર્યા (ઉ.વ.૨૩) નામના યુવાને આરોપીઓ વિશાલ ધારાભાઇ ભુંભરીયા, ધર્મેન્દ્રસિંહ વનુભા ઝાલા, મનદીપસિંહ મહાવીરસિંહ ઝાલા, ધરમરાજ ઉર્ફે ભાણો રહે બધા અમરનગર તા. મોરબી વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે ફરિયાદીના ભાઈ સાથે આરોપી વિશાલે બોલાચાલી કરી હતી જેનો ખાર રાખી આરોપીએ ફરિયાદી ચિરાગભાઈને ગાળો આપી ઢીકા પાટું માર મારી તેમજ અન્ય શખ્શોએ આવીને ઢીંકા પાટું મારી આરોપી ધરમરાજે ભુપતભાઈને છરી વડે ઈજા કરી હતી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે.


 

(12:20 AM IST)