News of Friday, 8th August 2025
મોરબીની ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં બે જગ્યાએથી જુગાર રમતી આઠ મહિલા ઝડપાઈ.
પોલીસે સામાકાંઠે ભાગ્યલક્ષ્મી મેઇન શેરીમાં તથા મહાદેવ મંદિર પાસે બે સ્થળોએ દરોડો પાડી જુગાર રમતી 8 મહિલાઓને ઝડપી લીધી

( પ્રવિણ વ્યાસ દ્વારા 0મોરબી સિટી બી ડિવિઝન પોલીસે સામાકાંઠે ભાગ્યલક્ષ્મી મેઇન શેરીમાં તથા મહાદેવ મંદિર પાસે બે સ્થળોએ દરોડો પાડી જુગાર રમતી 8 મહિલાઓને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રથમ દરોડામાં ભાગ્યલક્ષ્મી મેઈન શેરીમાંથી રીનાબેન કલ્પેશભાઈ કુંડારીયા (ઉ.વ. ૪૬), રંજનબા ભરતસિંહ જાડેજા (ઉ.વ. ૩૫), જશુબા યુવરાજસિંહ ઝાલા (ઉ.વ. ૪૦) અને જોશનાબેન વિજયભાઈ સોલંકી (ઉ.વ. 30)ની રૂ. 90,૧૪૦ રોકડ સાથે ધરપકડ કરવામાં આવી છે.
જ્યારે બીજા દરોડામાં ભાગ્યલક્ષ્મી મહાદેવના મંદિર પાસેથી સેજલબેન અશોકભાઈ પનારા (ઉ.વ.૪ર), ગીતાબેન પ્રવિણભાઈ પોપટીયા (ઉ.વ.૫૪), ભારતીબેન કૈલાશભાઈ ડાંગર (ઉ.વ.૪ર) અને સોનલબેન જયસુખભાઈ ગૌસ્વામી (ઉ.વ.૩૮)ની રૂ.૧૦,૩૬0ની રોકડ સાથે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
(12:51 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
