<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 8th August 2025

જામનગર રિલાયન્‍સના સુપરવાઇઝર જીત અધિકારીનું તાવ ચડયા બાદ મોત

૩૩ વર્ષિય મુળ પશ્ચિમ બંગાળના યુવાનને જામનગર સારવાર અપાવી રાજકોટ ખસેડાયેલ પણ દમ તોડી દીધો

રાજકોટ તા. ૮: તાવને કારણે જામનગર રિલાયન્‍સમાં સુપરવાઇઝર તરીકે કામ કરતાં મુળ પヘમિ બંગાળના યુવાનનું મૃત્‍યુ થયું છે.જાણવા મળ્‍યા મુજબ જામનગર રહેતો જીત શંભુભાઇ અધિકારી (ઉ.વ.૩૩) ચાર પાંચ દિવસથી તાવ આવતો હોવાથી બિમાર હોઇ જામનગર સારવાર કરાવાઇ હતી. પણ તબિયત વધુ બગડતાં વધુ સારવાર માટે રાજકોટ ખાનગી હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. અહિ રાતે તેનું મોત થતાં સાથી કર્મચારીઓમાં શોક છવાઇ ગયો હતો.

જીત અધિકારી ત્રણ ભાઇ અને એક બહેનમાં નાનો અને અપરિણીત હતો. એકાદ વર્ષથી તે જામનગર રિલાયન્‍સમાં નોકરી કરતો હતો અને સુપરવાઇઝરનું કામ સંભાળતો હતો. તેના સગાના કહેવા મુજબ જીતને ચાર-પાંચ દિવસથી તાવ હતો. વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા બાદ મૃત્‍યુ થયું હતું.  રાજકોટ પોલીસે પ્રાથમિક કાર્યવાહી બાદ જામનગર પોલીસને જાણ કરી હતી. મૃતદેહને અંતિમવિધી માટે બંગાળ લઇ જવામાં આવ્‍યો હતો. (૧૪.૫)

 

 

(10:46 AM IST)