News of Friday, 8th August 2025
કાલાવડમાં હથીયાર સાથે ફોટા વાયરલ કરનાર બેની ધરપકડ
જામનગર એસઓજી ટીમે ધાક જમાવવાનો પ્રયાસ કરનાર સામે કાર્યવાહી કરી

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ૮ :.. જામનગર જીલ્લાના પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂની સૂચનાથી ર આરોપીને ઝડપી લેવાયા છે.
‘ફેસબુક આઈ.ડી.નંબર “Bhayo Gadhvi” ના ઘારકે પોતાની ફેસબુક પોસ્ટમા એક વિડીયો અપલોડ કરેલ હોય જે વિડીયોમા એક ઈસમ જાહેરમા પોતાના હાથમા એક રીવોલ્વર રાખેલ હોય તેવો વિડીયો જોવામા આવતા જેથી હકિકતની ખરાય કરતા જેમા આરોપી ભાયાભાઈ પોલાભાઈ માલાણી-ગઢવી એ પોતાના મિત્ર રમેશભાઈ વશરામભાઈ ઘાડીયા-પટેલની લાઈસન્સ વાળી રીવોલ્વર સાથેનો ફોટો પાડી તેનો વિડીયો બનાવી સોશ્યલ મિડીયાના માધ્યમથી વાયરલ કરી સમાજમાં ભય ફેલાવી પોતાની ધાક જમાવવા માટે સિનસપાટા કરેલ હોય જેથી મજકુર રમેશભાઈ વશરામભાઈ ઘાડીયા-પટેલ ની લાઈસન્સ વાળી રીવોલ્વર કિ.રૂ.૮૦,૦૦૦/- ની કબ્જે લઈ કાલાવડ ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ કરીને ધરપકડ કરી છે.
આ કાર્યવાહી એસ.ઓ.જી. પોલીસ ઈન્સપેકટર બી.એન.ચૌધરી તથા પોલીસ સબ ઈન્સ્પેકટર શ્રી એસ.પી.ગોહિલ તથા એસ.ઓ.જી. સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે.
(11:16 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
