News of Friday, 8th August 2025
વાંકાનેરમાં જન્માષ્ટમી શોભાયાત્રાઃ જીતુભાઇ સોમાણીની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ
દેવભૂમિ દ્વારકામાં જન્માષ્ટમી ઉજવાશે તેની સાથે જ વાંકાનેરમાં પણ ઉજવાશેઃ ભવ્ય શોભાયાત્રા નીકળશેઃ જીતુભાઇ સોમાણી

(લિતેશ ચંદારાણા દ્વારા) વાંકાનેર તા. ૮ :.. વાંકાનેર શહેરના સમસ્ત માલધારી સમાજ તથા સમસ્ત હિન્દુ સમાજ તથા ગણેશ ઉત્સવ સમિતિ આયોજીત જન્માષ્ટમી તથા ગણપતિ ઉત્સવની શોભાયાત્રાના ભવ્ય આયોજન અંગે શ્રીરામ કોમ્પલેક્ષ (ધારાસભ્યના કાર્યાલય) ખાતે હિન્દુ સમાજના વિવિધ અગ્રણીઓ તથા માલધારી સમાજના આગેવાનોની વિશેષ ઉપસ્થિતીમાં ધારાસભ્ય જીતુભાઇ સોમાણીના અધ્યક્ષ સ્થાને ચર્ચા-વિચારણા કરવા બેઠક યોજાય હતી.
ત્યારે ઉપસ્થિત અગ્રણીઓ વિવિધ વ્યાપારી સંગઠનો ઉપરાંત દરેક જ્ઞાતિના આગેવાનોની ઉપસ્થિતિમાં જન્માષ્ટમી મહોત્સવ તથા ગણેશ મહોત્સવની ભવ્યતિ ભવ્ય શોભાયાત્રા તથા કૃષ્ણ જન્મોત્સવ ધામધુમથી ઉજવવાનું નકકી કરવામાં આવેલ હતું. જે જન્માષ્ટમીની આ ભવ્ય શોભાયાત્રા અત્રે દિવાનપરા સ્થીત પંચેશ હનુમાનજી મંદિર ખાતેથી વિવિધ ફલોટસ, પ્રભુશ્રીનો ભવ્ય રથ, પ્રખ્યાત રાસ મંડળીઓ, સંતો - મહંતો, ડી. જે.ના સથવારે પૂજા-અર્ચન થયા બાદ પ્રસ્થાન થશે. જે શહેરના રાજમાર્ગે ફરી ત્યાં જ પુર્ણ થશે.
આ અંગે સમગ્ર કાર્યક્રમને આખરી ઓપ આપવા વાંકાનેર શહેર તથા તાલુકાભરના શ્રી કૃષ્ણ ભકતો, વિવિધ સંગઠનો વ્યાપારી એસોસીએશનના અગ્રણીઓ સંતો-મહંતોની ઉપસ્થિતીમાં આયોજન કરવામાં આવેલ હતું. બુધવારના રોજ શ્રીરામ કોમ્પલેક્ષ (ધારાસભ્યના કાર્યાલય) ખાતે મહા મીટીંગનું આયોજન કરેલ છે. તો દરેક કૃષ્ણ ભકતો તથા ગણેશ ભકતોએ અચૂક ઉપસ્થિત રહ્યા હતાં.
આજની આ ધર્મસભામાં મેસરીયા આપા ઝાલાની જગ્યાના મહંતશ્રી મગનીબાપુ, ફળેશ્વર મહાદેવ મંદિરના મહંતશ્રી વિશાલબાપુ, રાજયગુરૂ નાગાબાવાજીની જગ્યાના મહંત ખુશાલગીરી ગોસ્વામી ખોડીયાર ધામ-માટેલના વિશાલબાપુ દુધરેજીયા, વસુંધરા જગ્યાના મહંતશ્રી ઉપરાંત વાંકાનેર પાલીકા પ્રમુખ ડીમ્પલબેન સોલંકી, ઉ.પ્રમુખ હર્ષિતધામ સોમાણી, તા.પંચાયત પ્રમુખ હરૂભા ઝાલા, પાલીકા પુર્વ પ્રમુખ રમેશભાઇ વોરા, ધમેન્દ્રસિંહ જાડેજા,પ્રેમજીભાઇ જેપાર, ઉપરાંત કિરાણા એસોના પ્રમુખ વિનુભાઇ કોટક,ઉ.પ્રમુખ લલિતભાઇ ભીંડોર, મા.યાર્ડના અગ્રણી અશ્વિનભાઇ મેઘાણી, ડાયાલાલ સરૈયા કાપડ એસોના મુન્નાભાઇ હેરમા, વિરાજભાઇ મહેતાચ, કટલેરી એસો. અમિતભાઇ મઢ મમઢવિ તથા શહેર ભાજપ પુર્વ પ્રમુખ પરેશભાઇ મઢવી, લોહાણા મહાજન પ્રમુખ કાકુભાઇ મોદી, રામધામના ટ્રસ્ટી વિનુભાઇ કટારીયા, ગિરીશભાઇ કાનાબાર, જીતશે રાજવીર (મુન્નાભાઇ), રાજભાઇ સોમાણી, ગોૈતમભાઇ રાજગોર, અમિતભાઇ સેજપાલ, ઉતમભાઇ રાજવીર, રઘુવંશી સોશ્યલ ગૃપના પ્રમુખ જીજ્ઞેશભાઇ નાગ્રેચા, સુનિલભાઇ ખખ્ખર સહિતના અગ્રણીઓ આગેવાનો તથા બેહજારથી વધુ કૃષ્ણ ભકતો તથા વિવિધ ગણેશજી પંડાલના અગ્રણીઓ ઉપસ્થિત રહયા હતા.
આજની આ ધર્મસભાને વિવિધ સંતો-મહંતો તથા અગ્રણીઓએ તથા ધારાસભ્ય જીતુભાઇ સોમાણીએ પ્રસંગ અનુરૂપ પ્રવચન કરવામાં આવેલ હતુંઉ તેમજ સંતો-મહંતો દ્વારા આ જન્માષ્ટમીની શોભાયાત્રામાં ઉમટી પડવા આહવાન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમ પુર્ણ થયે ધારાસભ્ય જીતુભાઇ સોમાણી દ્વારા શહેર તથા તાલુકાભરના ભાવિક ભકતજનો માટે સ્વરૂચી ભોજનની સુંદર વ્યવસ્તા કરવામાં આવી હતી આજની આ ધર્મસભામાં બહેનોપણ હર્ષભેર જોડાયા હતા.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન અશ્વિનભાઇ મેઘાણી તથા વિરાજભાઇ મહેતા એ કર્યુ હતું આભારવિધી. પરેશભાઇ મઢવિ દ્વારા કરવામાં આવી હતી.
(11:19 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
