તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 8th August 2025
ગોંડલમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગદળની બેઠકમાં હોદેદારોની નિમણૂક

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા.૮: આંતર રાષ્ટ્રીય હિન્દૂ પરિસદના અધ્યક્ષપ્રવીણભાઈ તોગડીયાજીના માર્ગદર્શનમાં ગોંડલ માં મોટી હવેલી વેરી દરવાજા પાસે બેઠક મળેલ હતી. જેમાં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ રણછોડભાઈ ભરવાડ, સૌરાષ્ટ્ર પ્રાંતના અધ્યક્ષ નિર્મળસિંહ ખુમાણ, તાલુકા પ્રભારી રસિકભાઈ સોલંકી, રાજકોટ મહાનગરપ્રમુખ તથા ગોંડલ શહેર ગ્રામ્ય પ્રભારી ઉપસ્થિત રહ્યા હતા બેઠક માં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ હોદ્દેદારોની નિમણૂક કરેયેલ જેમાં ગોંડલ શહેરપ્રમુખ તરીકે નલીનભાઈ જડિયા અને ઉપપ્રમુખ તરીકે જયેન્દ્રભાઈ વાઘેલા, મહેશભાઈ સાંગાણી, જયભાઈ માધડ, મહામંત્રી પ્રકાશભાઈ ઠકરાર, પ્રયાગરાજ શુકલ, છાત્રા પરિષદની જવાબદારી ગૌતમભાઈ, મહામંત્રી મુકેશભાઈ વાવડીયા, તાલુકા ઉપપ્રમુખ રાષ્ટ્રીય બજરંગ દળ પ્રમુખ કમલેશભાઈ ગોહેલને જવાબદારી સોંપવામાં આવી હતી. સાથે જ આ કાર્યક્રમમાં મોટી હવેલીનાં મુખ્યાજી જીતેનભાઈ ઠાકર , જીતુભાઈ ગોહેલ આશિષ ગોહેલ, કિશોરભાઈ સોમૈયા, રાજુભાઈ રાઠોડ સહિત ઉપસ્થિત રહ્યા હતા.
(11:24 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
