<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 8th August 2025

લીંબડીના લક્ષ્મીસરમાં યુવતિનો આપઘાત

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા. ૮: જાણવા મળતી વિગતો અનુસાર સુરેન્‍દ્રનગર જિલ્લાના લીમડી તાલુકાના લક્ષ્મીસર ગામ ખાતે અગમ્‍ય કારણો વસાદ કાજલ નામની યુવતીએ પોતાના ઘરે જ ગળે ફાંસો ખાઈ અને આત્‍મહત્‍યા કરી લેવાનો બનાવ સામે આવ્‍યો છે ત્‍યારે હજુ કારણ અકબંધ હોવાનું પોલીસ તંત્ર જણાવી રહી છે ત્‍યારે આ અંગેની લીમડી પોલીસ તંત્રને જાણકારી મળતાની સાથે જ લીમડી તાલુકાના લક્ષ્મીસર ગામે પોલીસ તંત્ર ત્‍યાં પહોંચ્‍યું હતું અને યુવતીના મુદ્દે ને નીચે ઉતારી અને જેનું ઘટના સ્‍થળ ઉપર પંચનામું કરી અને તાત્‍કાલિક અસરે તેને સાર્વજનિક હોસ્‍પિટલ ખાતે પીએમ માટે ખસેડવામાં આવી હતી અને હજુ આગળની તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળે છે 

(11:28 AM IST)