<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 8th August 2025

કાલે સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં રક્ષાબંધન પર્વ ઉજવાશે : સમુહ યજ્ઞોપવિત બદલાશે

ગામે-ગામ બહેનો પોતાના ભાઇઓને રાખડી બાંધશે : બ્રહ્મસમાજ દ્વારા શ્રાવણી પર્વ ઉજવાશે

રાજકોટ, તા.૮: કાલે રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર - કચ્‍છમાં રક્ષાબંધન પર્વની ઉજવણી કરાશે. બહેનો પોતાના ભાઇઓને રાખડી બાંધીને આર્શિવાદ આપશે.

બ્રહ્મસમાજ દ્વારા સમુહમાં યજ્ઞોપવિત બદલવા માટે શ્રાવણી પર્વ ઉજવાશે. અને સમુહ યજ્ઞોપવિત બદલાવાશે. અને ભોજન સમારંભ યોજાશે.

ભાવનગર

(વિપુલ હિરાણી દ્વારા) ભાવનગરઃ ભાવનગર નજીકના ભંડારિયાના પ્રસિદ્ધ પૂ.દુઃખીશ્‍યામબાપા આશ્રમ- જાગનાથ મહાદેવ મંદિરે માલેશ્રી નદીના કિનારે શ્રાવણ સુદ પૂનમને શનિવાર, તા. ૯.૮.૨૫ના રોજ સવારે ૮ થી ૧૨ સુધી પ્રવિત્ર વેદોકત મંત્રોચ્‍ચાર સાથે નૂતન યજ્ઞોપવિત ધારણ વિધિ કીર્તિભાઈ ભાનુશંકર શુક્‍લ (ભંડારિયા)ના આચાર્યપદે યોજાશે સાથે બ્રહ્મચોર્યાશી રાખેલ છે.

આ પંથકના તમામ ભુદેવોને જાગનાથ મંદિર દ્વારા યજ્ઞોપવિત વિધિનો તથા પ્રસાદનો લાભ લેવા અનુરોધ કરાયો છે. સેવક સમુદાય અને ભાવિકો માટે પણ આ પ્રસંગે મહાપ્રસાદની વ્‍યવસ્‍થા રખાઈ છે. તો તમામ ભૂદેવો એ બ્રહ્મચોર્યાસીનો પ્રસાદ લેવા પધારવા આમંત્રણ અપાયું છે

(11:45 AM IST)