તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Friday, 8th August 2025
પોરબંદરમાં ડુપ્લીકેટ મીઠાઇઓનું વેચાણ
તહેવારો પહેલા અગાઉથી બનાવેલી મીઠાઇનો મોટા જથ્થો કોલ્ડ સ્ટોરેજમાં સંગ્રહઃ મોટાભાગની વાસી મીઠાઇઓની સંભાવનાઃ ફુડ ચેકિંગ ટીમનું મૌન

(હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર તા. ૮: રક્ષાબંધન અને જન્માષ્ટમી તહેવારોને ધ્યાને રાખીને અગાઉથી ભેળસેળીયા દુધમાંથી બનાવેલી મીઠાઇનો મોટો જથ્થો કોલ્ડ સ્ટોરેજમાં રાખી દેવામાં આવ્યો છે. જેમાં મોટા પ્રમાણમાં શંકાસ્પદ વાસી અને અખાદ્ય મીઠાઇ હોવાની સંભાવના છે કહેવાય છે કે આવી ડુપ્લીકેટ મીઠાઇનું વેચાણ શરૂ થઇ ગયું છે.
મહાનગરપાલિકા ફુડ ચેકિંગ વિભાગની ટીમ તહેવારો પહેલા મીઠાઇળ રાખવા માટેના કોલ્ડ સ્ટોરેજમાં ચેકિંગ માટે મૌન છે. તહેવારોને ગણતરીના દિવસો બાકી હોય ત્યારે ફુટ વિભાગની ટીમ અમુક જગ્યાએ ખાદ્ય ચીજવસ્તુઓનું ચેકિંગ કરીને સંતોષ માની લ્યે છે.
તહેવારો પહેલા ફુડ વિભાગ ટીમ દ્વારા ચેકિંગને લોકો નાટકીય ગણાવી રહ્યાં છે. શહેરમાં આરોગ્યને નુકસાન કરતી મીઠાઇ બનાવનારા મોટા વેપારી સામે પગલા લેવાય તેવું લોકો ઇચ્છી રહ્યાં છે.
(1:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
