<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 8th August 2025

પોરબંદરના રાણાકંડોરણામાં વર્ષોથી બંધ શાળામાંથી ૬.૮ર લાખનો દારૂ ઝડપાયો

નાસી ગયેલ આરોપી રામા મુરુભાઇ સામે ગુન્‍હોઃ પોરબંદર એલસીબીનો દરોડો

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા. ૮ :.. એલસીબીએ રાણાકંડોરણાની વર્ષોથી બંધ રહેલી સીમ શાળામાં બાતમી મુજબ દરોડો પાડીને રૂા. ૬,૮ર,૮૦૦ નો ઇંગ્‍લીશ દારૂની નાની-મોટી સીલબંધ બોટલોનો જથ્‍થો પકડી લીધો હતો. આ દરોડા દરમિયાન આરોપી રામા મુરુભાઇ રે. તુંબડતોલ નેશવાળો નાસી જવામાં સફળ રહ્યો હતો.

રાણા વડવાળા સીમમાં આવેલ બંધ પડતર સીમશાળામાં બાથરૂમમાં રાણા વડવાળા ગામ તુબડતોલનેશમાં રહેતા રામા મુરૂભાઇની વિદેશી દારૂની બોટલોના જથ્‍થાની હેરાફેરી બાતમી આધારે રેઇડ કરતા રામા મુરૂભાઇ ચાવડા નાસી ગયેલ હતા.

આરોપીએ શાળાના બાથરૂમમાં છૂપાવેલ ભારતીય બનાવટના વિદેશી દારૂના અલગ અલગ બ્રાન્‍ડના કંપની શીલપેક કાચના કથા પ્‍લાસ્‍ટીકના ચપટા (નાની બોટલો) ભરેલ પુઠ્ઠાના બોક્ષ નંગ-૮૦ ચટપા (નાની બોટલો) નંગ ૩૮૪૦ કિ. રૂા. ૬,૮ર,૮૦૦ મળી આવેલ. આરોપી વિરૂધ્‍ધ રાણાવાવ પોલીસ સ્‍ટેશનમાં પ્રોહીબીશનનો ગુન્‍હો રજી. કરવામાં આવેલ છે.

આ દારૂનો મોટો જથ્‍થો પકડવી કામગીરીમાં એલસીબી પીઆઇ આર. કે. કાબરીયા તથા એએસઆઇ બટુકભાઇ વિંઝૂડા, રાજેન્‍દ્રભાઇ જોષી, ગોવિંદભાઇ મકવાણા, રણજીતસિંહ દયાતર, મુકેશભાઇ માવદીયા તથા એચ.સી. ઉપેન્‍દ્રસિંહ જાડેજા, હિમાંશુભાઇ મકકા, કુલદીપસિંહ જાડેજા, લક્ષ્મણભાઇ ઓડેદરા, જીતુભાઇ દાસા, વિરેન્‍દ્રસિંહ પરમાર તથા ડબલ્‍યુએસસી નાથીબેન કુછડીયા તથા પીસી નટવરભાઇ ઓડેદરા, અજયભાઇ ચૌહાણ તથા ડ્રા. પીસી રોહિતભાઇ વસાવા વિગેરે રોકાયેલ હતાં. 

(11:48 AM IST)