<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 8th August 2025

વલ્લભીપુરના ખેડૂત પર હુમલો: સુરતમાં પાટીદાર સમાજમાં આક્રોશ :100થી વધુ ગાડીઓનો કાફલો કાળાતળાવ રવાના: સાંજે જાહેરસભા

ગંભીર ઘટના અંગે સુરતમાં પાટીદાર સેવા સંઘ દ્વારા કતારગામ સ્થિત એક ફાર્મ પર 2000થી વધુ સંખ્યામાં પાટીદારોની સંકલન મિટિંગ યોજાઈ

ભાવનગર જિલ્લાના વલ્લભીપુર તાલુકાના કાળાતળાવ ગામમાં અરજણભાઈ રામજીભાઈ દિયોરા નામના ખેડૂત પર ગામની નહેરમાંથી બે બોરી રેતી લેવા અંગે અસામાજિક ત્રણ વ્યક્તિઓએ હુમલો કર્યો હતો. આ ગંભીર ઘટના અંગે સુરતમાં પાટીદાર સેવા સંઘ દ્વારા કતારગામ સ્થિત એક ફાર્મ પર 2000થી વધુ સંખ્યામાં પાટીદારોની સંકલન મિટિંગ યોજાઈ હતી. જેમાં સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તેમજ સુરતથી 100 જેટલી કારનો કાફલો કાળા તળાવ ગામ જવા રવાના થયો છે જ્યાં શુક્રવારે સાંજે 5 વાગ્યે પાટીદાર જાહેરસભામાં સહભાગી બનશે.

મળતી માહિતી મુજબ ભાવનગર જિલ્લાના વલ્લભીપુર તાલુકાના કાળા તળાવ ગામે વૃદ્ધ ખેડૂત અરજણભાઈ દિયોરા પર ત્રણ અસામાજિક તત્વોએ હુમલો કર્યો હતો, ગામની નહેરમાંથી બે બોરી રેતી લેવા અંગે અસામાજિક ત્રણ વ્યક્તિઓએ હુમલો કર્યો હતો. પોલીસે હુમલો કરનાર ત્રણેય વ્યક્તિઓ સામે પોલીસ ફરિયાદ નોંધી છે. બીજી તરફ આ ઘટનાના પડઘા સુરત શહેરમાં પડ્યા છે. પીડિત વૃદ્ધ ખેડૂતને ન્યાય અપાવવા માટે સુરતમાં 7 ઓગસ્ટે પાટીદારોની સંકલન મિટિંગ યોજાઈ હતી.

સુરતમાં પાટીદાર સેવા સંઘ દ્વારા કતારગામ સ્થિત એક ફાર્મ પર 2000થી વધુ સંખ્યામાં પાટીદારોની સંકલન મિટિંગ યોજાઈ હતી. જેમાં સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તેમજ સુરતથી 100 જેટલી કારનો કાફલો કાળાતળાવ ગામ જવા રવાના થયો છે જ્યાં આજે (8 ઓગસ્ટ, 2025) સાંજે 5 વાગ્યે જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ જાહેરસભામાં આસપાસના ગામો તથા સુરતના પાટીદારો હાજર રહેશે.

 

વિજયભાઈ માંગુકિયાએ જણાવ્યું હતું કે ભાવનગર જિલ્લાના વલ્લભીપુર તાલુકાના કાળાતળાવ ગામમાં જે ઘટના બની છે તે માત્ર અરજણભાઈ સાથે નહીં પણ સમગ્ર સમાજ સાથે બની છે. આ સમાજનો મુદ્દો છે એક ચોક્કસ સમાજને ટાર્ગેટ કરીને આ અસામાજિક તત્વોના મોઢામાં લાળ ટપકે છે કે અમે જમીન પડાવી લેશું ત્યારે તેના મોઢામાંથી આ લાળ ટપકતી જ રહી જશે અમે ગઈ કાલે યુવાનોએ ભેગા થયા હતા. ગઈ કાલે સુરતની અંદર મીટિંગ થઈ એમાં નક્કી કર્યું છે કે હવે પછી આ પ્રકારની ઘટના ક્યારેય સાંખી લેવામાં નહીં આવે.

ઉમેશભાઈ ઝડફિયાએ જણાવ્યું હતું કે ભાવનગર જિલ્લાના વલ્લભીપુર તાલુકાના કાળાતળાવ ગામમાં અરજણભાઈ રામજીભાઈ દિયોરા જે સમાજ સેવક છે. આ વ્યક્તિએ ખેતીની જમીન જે અતિવૃષ્ટિ ખૂબ જ વરસાદના કારણે ધોવાઈ ગઈ છે તો તેમણે પાળો બનાવવા માટે બાજુમાં જતી નહેરમાંથી એકથી બે બોરી જેટલી રેતી લેવા માટે જાય છે ત્યાં અસામાજિક તત્વો ભેગા થઈને પાવડા અને કુહાડીના હાથા વડે બેફામ રીતે મારવામાં આવ્યો છે. આ બાબતે કડક કાર્યવાહી થાય એવી અમારી માંગ છે અમે સુરતથી યુવાનો બધા 100થી વધુ ગાડીનો કાફલો લઈને સાંજે સભા છે ત્યાં જઈ રહ્યા છીએ.

(1:53 PM IST)