<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 8th August 2025

મોરબી શ્રી જલારામ ધામ ખાતે જન્માષ્ટમી પર્વે તા. ૧૧ થી સર્વજ્ઞાતીય રાહતદરે મીઠાઈ અને ફરસાણ વિતરણ શરુ કરાશે.

વિતરણ આગામી તા.૧૧-૮-૨૦૨૫ સોમવાર બપોરે ૪ વાગ્યા થી શરૂ થશે

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : મોરબી શ્રી જલારામ ધામ દ્વારા જન્માષ્ટમી ના પર્વ નિમિતે સર્વજ્ઞાતિય રાહતદરે મીઠાઈ તથા ફરસાણ વિતરણ તા.૧૧-૮-૨૦૨૫ સોમવાર બપોરથી શરૂ કરવામાં આવશે

        વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા શહેરના અયોધ્યાપુરી રોડ સ્થિત શ્રી જલારામ ધામ દ્વારા પ્રતિવર્ષની જેમ પ્રવર્તમાન વર્ષે પણ જન્માષ્ટમીના પાવન પર્વ નિમિતે સર્વજ્ઞાતિય રાહતદરે મીઠાઈ તેમજ ફરસાણ વિતરણનુ આયોજન કરવા મા આવ્યુ છે. વિતરણ આગામી તા.૧૧-૮-૨૦૨૫ સોમવાર બપોરે ૪ વાગ્યા થી શરૂ થશે. ફરસાણ તેમજ મીઠાઈ મેળવવા માટે એડવાન્સ બુકીંગ ની કોઈ આવશ્યકતા નથી. સમાજનો દરેક વર્ગ તહેવારો ની મજા માણી શકે તે હેતુસર પ્રતિવર્ષ મોરબી જલારામ ધામ દ્વારા સર્વજ્ઞાતિય રાહતદરે મિઠાઈ તેમજ ફરસાણ વિતરણ કરવા માં આવે છે ત્યારે પ્રવર્તમાન વર્ષે પણ વિવિધ મીઠાઈ તેમજ ફરસાણ નુ વિતરણ વહેલાતે પહેલા ના ધોરણે રાહતદરે કરવામા આવશે.
    જે અંતર્ગત શુધ્ધ અમૂલ ઘી માંથી બનેલ મોહનથાળ, થાબડી, ચોકલેટ બરફી, રાજભોગ બરફી, કેસર બરફી, જાંબુ, લીસા લાડુ, મોતીચુર લાડુ, પીળો મેસુબ, સફેદ મેસુબ, ટોપરા પાક, માંડવી પાક,બોમ્બે હલવો, કેસર પેંડા, સફેદ પેંડા સહીત ની મીઠાઈઓ ઉપરાંત ભાવનગરી ગાંઠીયા, પાપડી ગાંઠીયા, ચંપાકલી ગાંઠીયા, તીખા ગાંઠીયા, સેવ, તીખી સેવ, તીખુ ચવાણુ, મોરૂ ચવાણુ, સક્કર પારા, દાબેલા ચણા, ફરાળી ચેવડો, શિંગ ભજીયા, તીખી દાળ, બટેકા વેફર મોરી, બટેકા વેફર તીખી કેળા વેફર,ભાખરવડી,ફરસીપુરી, ચણા દાળ, ખાજલી, ખાખરા, મસાલા સિંગ સહીત નુ ફરસાણ રાહતદરે ઉપલબ્ધ રહેશે


 

(10:19 PM IST)