તા. ૧૨ એપ્રિલ ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ચૈત્ર સુદ – ૧૫ શનિવાર
News of Friday, 8th August 2025
મોરબીના નહેરુ ગેટ શાકમાર્કેટ વિસ્તારમાં ગારા કીચડથી લોકો ત્રાહિમામ.
રાહદારીઓ, સ્થાનિકો તેમજ દુકાનદારોને ભારે હાલાકી

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબીના મુખ્ય બજાર વિસ્તારમાં આવેલા નહેરુ ગેટ પાસેની શાકમાર્કેટ વાળી શેરીમાં કીચડનું સામ્રાજ્ય છવાયું છે, જેના કારણે સ્થાનિકો અને ખરીદદારો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. ખાસ કરીને હાલ તહેવારોનો માહોલ હોવાથી આ વિસ્તારમાં લોકોની અવરજવર સતત વધી છે, ત્યારે કીચડમાંથી પસાર થવાની ફરજ પડી રહી છે.
આ શેરીમાં રોજબરોજ ખરીદી માટે અસંખ્ય લોકો આવતા-જતા હોય છે. ત્યારે રાહદારીઓ, ખરીદદારો અને દુકાનદારો સૌ કોઈ આ સમસ્યાથી પરેશાન છે. કીચડના કારણે લોકોને ચાલવામાં મુશ્કેલી પડે છે. ત્યારે સંબંધિત તંત્ર તાત્કાલિક ધોરણે આ સમસ્યાનું સમાધાન લાવે તેવી લોકમાંગ ઊઠી છે.
(10:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
