તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Friday, 8th August 2025
મોરબીના રાજપર રોડ-શોભેશ્વર રોડ પર બે રેડ : જુગાર રમતા આઠ ઝડપાયા.
બંને સ્થળોએ રેડ દરમિયાન જુગારીઓને 1 લાખથી વધુના મુદામાલ સાથે ઝડપી લેવાયા

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન રાજપર રોડ પ્રભુનગર સોસાયટી શેરી નં ૦૪ માં બાતમીને આધારે રેડ કરી હતી જાહેરમાં જુગાર રમતા જીતેશ નાથાભાઈ ઝાલા, વિક્રમ ભુપતભાઈ રાઠોડ, પ્રકાશ પ્રતાપભાઈ ચારોલા, જયદીપ ઉર્ફે બલી મહેશ ડાંગર અને જગાભાઇ વિરમભાઇ રાઠોડ એમ પાંચને ઝડપી લઈને રોકડ રૂ ૬૨,૭૦૦ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન મોરબીના શોભેશ્વર રોડ પર પાણીના ટાંકા પાછળ જુગારની બાતમી મળતા ટીમે રેડ કરી હતી જાહેરમાં જુગાર રમતા સલીમ રફીક લંધા, પરવેઝ રજાક સરવદી અને અહેમદ હૈદર જેડા એમ ત્રણને ઝડપી લઈને રોકડ રૂ ૪૩,૫૦૦ જપ્ત કરી છે.
(11:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
