તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 9th August 2025
મોરબી અને માળિયામાં શ્રાવણીયા જુગાર પર પોલીસની કડક કાર્યવાહી : જુગાર રમતા 16 ઝબ્બે
પોલીસે અલગ અલગ ચાર દરોડા પાડી 16 જુગારીઓને પાના ટીચતા ઝડપી લઈ 1.51 લાખથી વધુની રોકડ કબ્જે કરી

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી શહેર, ગ્રામ્ય તેમજ માળીયા મિયાણા તાલુકાના રોહિશાળા ગામની સીમમાં પોલીસે અલગ અલગ ચાર દરોડા પાડી 16 જુગારીઓને પાના ટીચતા ઝડપી લઈ 1.51 લાખથી વધુની રોકડ કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.
પ્રથમ દરોડામાં માળીયા મિયાણા પોલીસે રોહિશાળા ગામની સીમમાં દરોડો પાડી આરોપી પ્રવીણભાઈ પ્રભુભાઈ કાલરીયા, જયંતીભાઈ જગજીવનભાઈ બપોદરિયા, રતીલાલભાઈ જગજીવનભાઈ કાલરીયા, સુમિતભાઈ સુરેશભાઈ પટેલ અને બળદેવભાઈ જીવરાજભાઈ કૈલાને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 34,700 કબ્જે કર્યા હતા.
જ્યારે બીજા દરોડામાં મોરબી તાલુકા પોલીસે જેતપર ગામે કોળીવાસમાં દરોડો પાડી આરોપી સુનિલ ઉર્ફે ભંગારીયો કુકાભાઈ દેગામાં, પ્રવીણભાઈ ઉર્ફે ગુગો લાભુભાઈ સાંથલીયા અને વિજયભાઈ જેઠાભાઇ પસાડીયાને રોકડા રૂપિયા 11,080 સાથે તીનપતિ રમતા ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.
(1:21 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
