<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 9th August 2025

કચ્છ યુનિવર્સિટીમાં સરકારે આસી. રજિસ્ટ્રાર અને ચાર સેક્શન ઓફિસરોની ભરતી રદ્દ કરતાં ચકચાર

ફરિયાદ બાદ તપાસ સમિતિ નિમાતા નિયમ વિરુદ્ધ ભરતી કરાયાનું ખુલ્યું : પૂર્વ સેનેટ મેમ્બર રમેશ ગરવાએ ભરતી પ્રક્રિયા સામે સવાલ કરી રાજ્યપાલ અને શિક્ષણ વિભાગમાં રજૂઆત કરી'તી

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૯ : રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા કચ્છ યુનિવર્સિટીમાં કરાયેલ ૫ કર્મચારીઓની ભરતી ગેરરીતિના કારણે રદ્દ કરાતાં ચકચાર સાથે ચર્ચા સર્જાઈ છે. પૂર્વ સેનેટ મેમ્બર રમેશ ગરવાએ ભરતી પ્રક્રિયા સામે સવાલ કરી રાજ્યપાલ અને શિક્ષણ વિભાગમાં રજૂઆત કરી હતી. જે સંદર્ભે શિક્ષણ વિભાગે વીસનગર કોલેજના આચાર્ય આર.ડી. મોઢની અધ્યક્ષતામાં નિમેલી તપાસ સમિતિએ તપાસ કરી હતી. આ તપાસના ૮ મહિના બાદ રાજ્યના શિક્ષણ વિભાગે ભરતી રદ્દ કર્યાનો આદેશ કર્યો હતો. ફરિયાદમાં હંગામી કર્મચારીઓ ને જ નિમણૂંક અપાઈ હોવાના આક્ષેપ સાથે આ કર્મચારીઓ દ્વારા કાયમી નિમણૂંક માટે સરકાર વિરુદ્ધ કેસ કરાયો હોવાનું જણાવાયું હતું. તપાસ સમિતિએ ગેરરીતિ અંગે આપેલા તપાસ રિપોર્ટ બાદ આસી. રજિસ્ટ્રાર સંકલ્પ વૈષ્ણવ ઉપરાંત ત્ચાર સેક્શન ઓફિસર હીર એચ. જોશી, મનોજ આર. પ્રજાપતિ, સુમનબેન જેઠી અને પૂનમબેન ગોસ્વામીની કરાયેલ નિયુક્તિ રદ્દ કરાઈ છે. તમામને ઘર ભેગા કરવાનો આદેશ અપાયો છે.

(9:36 AM IST)