તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Saturday, 9th August 2025
સાંસદ રક્ષા બંધન: કચ્છ સરહદે ફરજ બજાવતા બીએસએફ જવાનોના કાંડે બંધાયેલ“રક્ષા કવચ”એ સર્જ્યા ભાવવાહી દ્રશ્યો : જુઓ વિડિઓ
મહિલા જવાનોએ ભાઈઓને તેમ જ પુરુષ જવાનોને બહેનોએ રાખડી બાંધી મો મીઠા કર્યા : આ જવાનોને પરિવારથી દૂર પણ પોતાનો એક બીજો પરિવાર પણ છે તેનો અહેસાસ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૯ : રક્ષા બંધનના આગલા દિવસે કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડાએ સરહદના જવાનો સંગ રાપર તાલુકાનાં લોદરાણી પોષ્ટ કુડા ૮૪ બટાલીયન કોસ્ટલ એરિયામાં ભાજપા મંડલ, વિધાર્થિનીઓ, વિવિધ સંસ્થાની બહેનો અને રાપર વિસ્તારની બહેનો સાથે જઇ રક્ષા બંધન તહેવારની ઉજવણી કરી હતી. ભારત તહેવારો નો દેશ છે. આપણે ધાર્મિક, સામાજીક અને રાષ્ટ્રીય તહેવારો ઉજવીએ છીએ તેમાં પણ ભાઈ બહેનના પ્રેમનું પ્રતિક રક્ષા બંધનના દિવસે બહેન ભાઈની કલાઈ ઉપર રાખડી બાંધી ને આશિષ આપે છે. અને ભાઈ બહેન ના સુખ દુખ માં સહભાગી થવાનો વચન આપે છે. તેમ જણાવતા સાંસદ વિનોદભાઇએ જણાવ્યુ હતુ કે, પવિત્ર દિવસ ને બળેવ તરીકે પણ ઓળખાય છે. પવિત્ર દિને બ્રાહમણો જનોઇ બદલે છે. માછીમારો દરિયા દેવની પુજા કરે છે. આપણી અને આપણા માં ભોમ ની રક્ષા કરતાં સરહદના સંત્રીઓ પણ કોઈ બહેન ના ભાઇ છે. તો બીએસએફમાં ફરજ બજાવતી મહિલા જવાનો પણ કોઈ ભાઈની બહેન છે. રક્ષા બંધનના વતન થી દુર, વેરાન રણ પ્રદેશ, અફાટ સાગર કિનારે અથવા જમીની સરહદે સતત ખડે પગે રહી સરહદના સંત્રીઓ ફરજ બજાવે છે. આ જવાનોને પરિવારથી દૂર પણ પોતાનો એક બીજો પરિવાર પણ છે તેનો અહેસાસ કરાવવા દર વર્ષે જન પ્રતિનિધિઓ સંગઠન અને સાથી મિત્રો સાથે વિવિધ બોર્ડર ચેક પોસ્ટ પર જઇ તેમના ખમીર – સેવા અને સુરક્ષા ને બિરદાવી સાથે આવેલ બહેનો દ્વારા તેમનું મોઢું મીઠું કરાવી રક્ષા સુત્ર બાંધી તેમને આશિષ પાઠવે છે. તેમ શ્રી ચાવડાએ જણાવ્યુ હતુ. BSF ૮૪ બટાલિયનના પુરુષ જવાનો તેમ જ મહિલા જવાનો સાથે રક્ષા બંધન પર્વ ઉજવી દરેક જવાનોનું મીઠાઇ નું બોક્ષ આપી અને સાલ વડે સન્માન કરવામાં આવેલ હતું. આ પ્રસંગે સૌ એ સાથે મળી સહભોજન લીધું હતું. રક્ષા કવચના આ કાર્યક્રમમાં મહાનુભાવોમાં સી.ઓ ૮૪ બટાલિયન બી.એસ.એફ. શ્રી અનિલ કુમાર યાદવ શ્રી અક્ષય શર્માએ આવકાર આપી બટાલિયન જવાનો નો પરિચય આપ્યો હતો. સાંસદશ્રી વિનોદભાઇ ચાવડાએ વીર જવાનો ને બિરદાવ્યા હતા. તેમની સાથે જનકસિંહ જાડેજા (જિલ્લા પંચાયત અધ્યક્ષ), શ્રી દિલીપભાઇ દેશમુખ (અંગદાન પ્રણેતાશ્રી), સર્વશ્રી રવિભાઈ ત્રવાડી, મોહનભાઇ ચાવડા, વિરમભાઇ આહીર, કિશોરભાઇ મહેશ્વરી, મયૂરસિંહ જાડેજા, અલ્પેશભાઈ પટેલ, હિતેશભાઈ ગોસ્વામી, કૌશીકભાઈ બગડા, દીપકભાઈ ડાંગર, ચાંદ ઠક્કર, વાડીલાલ સાવલા, નશાભાઈ દઇયા, જયદીપસિંહ જાડેજા, ડોલરરાય ગોર, કેશુભાઇ વાઘેલા, કાનજીભાઇ ગોહિલ, દિલિપ ધેડા, રામજીભાઇ મેરિયા, વિનોદભાઇ થાનકી, શક્તિસિંહ ઝાલા, વિવિધ સરપંચો, કેશરબેન બગડા, મનીષાબેન વેલાણી, હસ્મીતાબેન ગોર, આશિકાબેન ભટ્ટ, બબીબેન સોલંકી, બિન્દીબેન ભાટી, વીરીબેન સોલંકી રાબડીયા ઉર્વી બેન, માહી ભાટી, રાબડીયા પાર્વતીબેન, નિતાબેન પટેલ, શર્મિલાબેન પટેલ, દીપાલીબેન શુકલા, નિશાબેન અંતાણી વિગેરે હાજર રહ્યા હતા. બહેનોએ રાખડી બાંધી સરહદ ના સંત્રીઓ ને આશિષ પાઠવ્યા હતા. કાર્યક્રમ સંચાલન શ્રી રામજીભાઇ મેરીયા (ચોબારી) એ કરેલ તથા કલાકારોએ શૌર્ય ગીત તથા રક્ષાબંધન ના ગીતો ગાયા હતા. આપણી બહેનો સાથે બી.એસ.એફ. માં સરહદે ફરજ બજાવતી બહેનોએ ગરબા રમી સાંસ્કૃતિક ઓપ આપ્યો હતો.
(9:38 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
