<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 9th August 2025

ટંકારામાં ફળીયામાં ખાટલે સુતેલા ૯૦ વર્ષના જવીબેનને જીવડુ કરડતાં મોત

 

રાજકોટ તા. ૯: ટંકારામાં ઝેરી જીવડું કરડી જતાં વૃધ્‍ધાનું મોત થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. ઘરના ફળીયામાં ખાટલો ઢાળીને સુતેલા વૃધ્‍ધાને હાથમાં જીવડુ કરડયા બાદ તેમને શરીરે સોજા આવી જતાં અલગ અલગ હોસ્‍પિટલમાં ખસેડાયા બાદ રાજકોટમાં મૃત્‍યુ થયું હતું.

જાણવા મળ્‍યા મુજબ ટંકારાની ધર્મભક્‍તિ સોસાયટીમાં રહેતાં જવીબેન ધારાભાઇ ઝાપડા (ઉ.વ.૯૦) નામના વૃધ્‍ધા ગત છઠ્ઠી તારીખે ઘરના ફળીયામાં સુતા હતાં ત્‍યારે હાથમાં કોઇ જીવડુ કરડી જતાં  થોડીવાર બાદ સોજો ચડી ગયો હતો. આથી પરિવારજનો ટંકારા હોસ્‍પિટલમાં લઇ ગયા હતાં. જો કે બાદમાં આખા શરીરે સોજા ચડતાં મોરબી હોસ્‍પિટલમાં ખસેડાયા હતા. ત્‍યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલમાં ખસેડવા જણાવાયું હતું. અહિ ગત રાતે તેમનું મૃત્‍યુ થતાં હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, મહેશભા જોગડા, ધર્મેન્‍દ્રભાઇ હુદડ, પ્રશાંતભાઇ રાઠોડ, ધર્મેન્‍દ્રભાઇ ચાવડાએ જાણ કરતાં ટંકારા પોલીસે કાર્યવાહી કરી હતી. મૃત્‍યુ પામનાર જવીબેનને સંતાનમાં બે દિકરા અને બે દિકરી છે. (૧૪.૫)

(1:42 PM IST)