તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Saturday, 9th August 2025
આહાર શ્રળંખલા સ્થાપિત થતાં ૧૪૩ વર્ષ બાદ વનરાજોનું બરડા અભયારણ્યમાં પુનરાગમન
કાલે બરડા વન્યજીવ અભયારણ્યમાં વિશ્વ સિંહ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણીઃ મુખ્યમંત્રી સહિતના ઉપસ્થિત રહેશે

દેવભૂમિ દ્વારકા તા.૮ :.. ભગવાન શ્રીકળષ્ણએ શ્રીમદ્ ભગવદ્ ગીતામાં કહ્યુ છે કે . (મળગાણાં ચ મળગેન્દ્રોહં) અર્થાત પ્રાણીઓમાં હું મળગરાજ સિંહ છું. સિંહને દરેક સંસ્કળતિમાં ખૂબ ઊંચું સ્થાન આપવામાં આવ્યું છે. પ્રાચીનથી મધ્યયુગ સુધીમાં ગુફાચિત્રો, ભીંતચિત્રો, સાહિત્ય, પ્રતિમાઓ, વાર્તાઓ, ધાર્મિક સભારંભો, સાંસ્કળતિક કાર્યક્રમો, ધ્વજ અને બીજી અનેક જગ્યાએ સિંહને સ્થાન મળ્યું છે.
કાલે તા.૧૦ ઓગસ્ટ, ૨૦૨૫ના રોજ બરડા વન્યજીવ અભયારણ્યમાં વિશ્વ સિંહ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, વન મંત્રી મુળુભાઈ બેરા સહિતના ઉપસ્થિત રહેશે. આહાર શ્રળંખલા સ્થાપિત થતાં ૧૪૩ વર્ષ બાદ વનરાજોનું બરડા અભયારણ્યમાં પુનરાગમન થયું છે. વન્યજીવ અભયારણ્યનો પરીચય મેળવીએ.
બરડાના જંગલો આશરે ૨૧૫ ચો.કિ.મી.ના વિસ્તારમાં ફેલાયેલા છે. જેમાંથી ૧૯૨.૩૧ ચો.કિ.મી.નો વિસ્તાર અભયારણ્ય તરીકે જાહેર થયેલો છે. પોરબંદર જિલ્લા સ્થિત બરડા વન્યજીવ અભયારણ્યના વિસ્તારને રાણા બરડા તરીકે તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલા પ્રદેશને જામ બરડા તરીકે ઓળખવામાં આવે છે. વર્ષ ૨૦૧૩માં દેવભૂમિ દ્વારકા જિલ્લો જામનગરમાંથી અલગ પડ્યો અને આ અભયારણ્યનો એક ભાગ જામ બરડો જે જામનગરમાં આવતો હતો તે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સમાવિષ્ટ થયો.
બરડા અભયારણ્ય એ વનસ્પતિ વૈવિધ્ય, વિવિધ પ્રાણીસળષ્ટી અને ભૂસ્તરીય રચનાની વિવિધતા માટે જાણીતું છે. અહીં સામાન્યથી અતી ઢાળવાળા તેમજ સમતલ વિસ્તારો જોવા મળે છે. આ અભયારણ્યમાં એક અનોખી અર્ધ ચંદ્રાકાર આકારની પર્વતમાળા જોવા મળે છે જે દક્ષિણમાં ખંભાળા અને રાણાવાવથી, ગોધાણા સુધી પヘમિમાં અને ઉત્તર તરફ ઘુમલી સુધી વિસ્તરેલી છે. જે વન્યજીવો માટે અનુકૂળ વાતાવરણ પૂરુ પાડે છે અને તેના સમતો વિસ્તારોમાં માલધારી માટે વસાહતો પણ પૂરી પાડે છે.
ઐતિહાસિક રીતે, એશિયાઈ સિંહો રાજસ્થાન, ગુજરાત, હરિયાણા, પંજાબ, ઉત્તર ઙ્કદેશ, મધ્ય પ્રદેશ, બિહાર અને ઓડિશા રાજ્યો સહિત ભારતના વિશાળ ભાગોમાં વિહરતા હતા. ગુજરાતમાં ધ્રાંગધ્રા, ચોટીલા, બરડા ટેકરીઓ, પાલિતાણાની ટેકરીઓ, ગીર અને ગિરનાર જેવા વિસ્તારોમાં સિંહની હાજરી નોંધપાત્ર હતી. બરડા વન્યજીવ અભયારણ્યમાં છેલ્લે વર્ષ ૧૮૭૯માં સિંહનું જૂથ જોવા મળ્યું હતું.
સિંહોને તેમના ઐતિહાસિક રહેઠાણોમાં પુનઃસ્થાપિત કરવા માટે રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ ગુજરાત વન વિભાગે બરડા વન્યજીવ અભયારણ્યમાં આહાર શ્રુંખલાના પાયાને પુનઃ સ્થાપિત કરવાનો કાર્યક્રમ શરૂ કર્યો. આ કાર્યક્રમ ચિતલ અને સાબરના સંવર્ધન અને પુનઃસ્થાપન પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જે સિંહો માટે જરૂરી શિકાર પ્રજાતિઓ છે. આ પ્રયાસો દરમિયાન ૧૯ જાન્યુઆરી, ૨૦૨૩ના રોજ બરડા વન્યજીવ અભયારણ્યમાં એક નર એશિયાઈ સિંહની હિલચાલ નોંધવામાં આવી. આમ ૧૪૩ વર્ષ બાદ વનરાજોનું ઐતિહાસિક નિવાસસ્થાનમાં પુનરાગમન થયું જે રાજ્યની વન્યપ્રાણી અને પર્યાવરણ પ્રત્યે સંરક્ષણ પહેલની સફળતાને દર્શાવે છે. આજે અહીં ૧૭ જેટલા સિંહો વસવાટ કરે છે.
એશિયાઈ સિંહના આહારમાં મુખ્યત્વે સાબર, ચિતલ, નીલગાય, જંગલી ભૂંડ અને અન્ય પાલતુ પશુઓનો સમાવેશ થાય છે. સિંહ અત્યંત સામાજિક જીવ છે, જે સંગઠિત જૂથોમાં રહે છે, જેમાં સામાન્ય રીતે ૧પ- ૨૦ સિંહ હોય છે. નર સિંહ જૂથના વડા અને રક્ષકની ભૂમિકા ભજવે છે, જ્યારે સિંહણ મુખ્યત્વે શિકાર અને પાલનપોષણ કરે છે અને સાથે-સાથે બચ્ચાઓના રક્ષણ અને સંભાળની જવાબદારી લઇ તેમના અસ્તિત્વને સુનિヘતિ કરે છે. નર સિંહો ૨.૫ થી ૩ વર્ષની ઉંમરે પહોંચ્યા પછી,પોતાનો પ્રદેશ સ્થાપિત કરવા માટે જૂથથી છુટા પડી જાય છે. માદા સિંહો જૂથ સાથે રહે છે. સિંહનો પ્રદેશ વિશાળ હોય છે જે શિકાર અને સંસાધનોની ઉપલબ્ધતા દ્વારા નક્કી થાય છે. સિંહણ ૨.૫ થી ૩.૫ વર્ષની વયે પ્રજનન વળદ્ધિ પામે છે જ્યારે નર ૨ થી ૨.૫ વર્ષની વયે સક્રિય બને છે. સિંહણ સામાન્ય રીતે ૨-૩ બચ્ચાને જન્મ આપે છે. જેની આંખો ૧૧ દિવસ પછી ખુલે છે અને તેઓ ૧૫ દિવસની ઉંમરે ચાલવાનું શરૂ કરે છે
આ ઉપરાંત બરડા વન્યજીવ અભયારણ્યમાં સસ્તન પ્રાણીઓની ૨૨ પ્રજાતિઓ મળી આવે છે. જેમાં દીપડા, જંગલી બિલાડી, ઝરખ, શિયાળ, લોંકડી, સસલા વગેરેનો સમાવેશ થાય છે.
બરડાના પહાડી વિસ્તારોમાં સ્થાનિક સમુદાયોને ઉપયોગી એવી વિવિધ ઔષધીય વનસ્પતિઓ મળી આવે છે. અહીં ઉગતુ રાયણ (મેનિલકારા હેક્ઝાન્ડ્રા)નું વળક્ષ બરડા જંગલની શાન કહેવાય છે. આ વળક્ષના ફળો વન્યજીવો માટે જીવાદોરી સમાન છે. રાયણ માત્ર વન્યજીવો માટે જ નહીં પરંતુ સ્થાનિક સમુદાયના જીવન સાથે પણ ઉંડો સબંધ ધરાવે છે. આ વળક્ષના ફળ, છાલ અને બીજમાં ઔષધીય ગુણો રહેલા છે જે અલ્સર અને બ્રોંકાઇટીસ જેવા રોગના ઉપચાર માટે ઉપયોગી છે. રાયણને ચીકુના વાવેતર માટે સહાયક પાક તરીકે પણ રોપવામાં આવે છે.
ગત વર્ષના અહીં બરડા જંગલ સફારીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જે પ્રકળતિ પ્રેમીઓ માટે વરદાન સમાન છે. અહીં પ્રકળતિ પ્રેમીઓને સાવજની ગર્જના અને પક્ષીઓના કલરવ સાંભળવા મળશે. બરડા વન્યજીવ અભયારણ્યમાં ૩૬૮ જેટલી બીજધારી વનસ્પતિઓ, ૨૨ પ્રકારના સસ્તન પ્રાણીઓ, ૨૮ પ્રકારના સરિસળપ, ૬ પ્રકારના ઉભયજીવી, ૯ પ્રકારના મળદુકાય, પપ પ્રકારના પતંગીયા અને ર૬૯ થી વધુ પ્રકારના પક્ષીઓ (સ્થાનિક તેમજ યાયાવર) પણ જોવા મળે છે. ટેકરીઓમાંથી વહેતી નદીઓ અને ડેમ/ જળાશયો અભયારણ્યને વિશિષ્ટ રીતે વધુ આકર્ષક બનાવે છે.
આ સફારી માર્ગ જાજરમાન કિલગંગા નદીના સાનિધ્યમાંથી પસાર થાય છે, અને બરડા વન્યજીવ અભયારણ્યની સમળદ્ધ વનસ્પતિસળષ્ટિ તેમજ વિશિષ્ટ પ્રાણીસળષ્ટિને નિહાળવાની અનોખી તક આપશે.
- માહિતી બ્યુરો -
(આલેખન - વૈશાલી રાવલીયા દેવભૂમિ દ્વારકા)
(11:53 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
