તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Saturday, 9th August 2025
ગોંડલ પાલીકા પ્રમુખ ચેમ્બર સામે આંદોલન આપના નેતા નિમીષા ખુંટ ઉપવાસ પર બેસી ગયા ખાત્રી આપતા આંદોલન સમેટાયુઃ ખેતરે જવાનાં માર્ગનો વિવાદ

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા.૯: બાલાશ્રમ થી આશાપુરા નર્સરી જવાનો માર્ગ બદતર હાલત માં હોય આમ આદમી પાર્ટી દ્વારા અઠવાડીયા થી રજુઆત સાથેનું આંદોલન છેડાયુછે.આજે આપ નાં પ્રદેશ ઉપાધ્યક્ષ નિમિષાબેન ખુંટે ‘ગોપાલ ઇટાલીયા' સ્ટાઇલ અપનાવી નગરપાલીકા કચેરી માં પ્રમુખ ની ચેમ્બર સામે આમે ધરણા પર બેસી જતા તેમની માંગ ને લઇ ને દોડી આવેલા પાલીકા પ્રમુખ અશ્વિનભાઈ રૈયાણીએ તાકીદે ખાત્રી આપતા ઉપવાસ આંદોલન સમેટાયુ હતુ.
ખેડુતો હાલાકી ભોગવી રહ્યાની રજૂઆત નિમિષાબેન ખુંટ દ્વારા કેટલાક દિવસો થી કરાઇ રહી હતી.ડેમ પાસે રોડ પર સેવાળ જામી જવાથી ટુ વ્હિલ ચાલકો લપટી પડતા હોવાની રજૂઆત પણ કરાઇ હતી.
આ મુદ્દે થોડા દિવસ પુર્વે હોસ્પિટલ ચોક તથા નગરપાલિકા કચેરી માં આપ દ્વારા બેનરો સાથે વિરોધ પ્રદર્શિત કરાયો હતો.
દરમ્યાન આજે નિમિષાબેન ખુંટ બેનર સાથે રોડબનાવવાની માંગ લઇ ધરણા પર બેસી ગયા હતા.તેમણે આક્ષેપ કર્યો કે ભાજપ લોકોની લાગણી સમજવા માં નિષ્ફળ નિવડ્યુ છે.હાલ ભાજપ ની તાનાશાહી ચાલેછે.આ સમયે નિમિષાબેન ખુંટ અને કેટલાક પદાધિકારીઓ વચ્ચે શાબ્દિક તડાફડી બોલી હતી.
દરમ્યાન પાલીકા પ્રમુખ અશ્વીનભાઇ રૈયાણી દોડી આવી સેવાળ માં લપટતા લોકોનો પ્રશ્ન તત્કાલ હલ કરી વધુમાં બાલાશ્રમ થી આશાપુરા નર્સરી સુધીનો માર્ગ બાવીસ દિવસ માં તૈયાર કરી આપવાની ખાત્રી આપતા આખરે નિમિષાબેન ખુંટે આંદોલન સમેટયું હતું. (૩.૯)
(11:40 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
