News of Saturday, 9th August 2025
પોરબંદરનો પાંચ દિવસનો લોકમેળો ૬ કરોડનાવિમા સાથે સુરક્ષિત
મેળા દરમિયાન અકસ્માત થાય તો આમજનતાને પુરૂ વળતર ચુકવાશેઃ મહાનગર પાલિકાએ ૧.૪૬ લાખનું પ્રીમીયમ ભર્યુ

(હેમેન્દ્ર પારેખ દ્વારા) પોરબંદર,તા.૯: ચોપાટી ખાતે પાંચ દિવસના લોકમેળા માટે મહાનગર પાલિકા દ્વારા ૬ કરોડનો વિમો ઉતરાવ્યો છે. આ વિમા માટે મહાનગરપાલિકા એ વીમા કંપનીને પાંચ દિવસ માટે ૧,૪૬ લાખનું પ્રિમીયમ ભર્યુ છે. રાજકોટ પછી બીજા સ્થાને આવતો પોરબંદરનો જન્માષ્ટમી લોકમેળાનું નવરચિત મહાનગરપાલિકા દ્વારા પ્રથમ વખત આયોજન થયું છે. અત્યાર સુધી લોકમેળાનું આયોજન નગરપાલિકા દ્વારા થતું હતું. જન્માષ્ટમી લોકમેળાના વિમાને લીધે મેળા દરમિયાન કોઇ અકસ્માત થાય તો આમ જનતાને પુરતું વળતર ચુકવશે.
(12:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
