<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 9th August 2025

જૂનાગઢની યુવતિ સાથે દુષ્‍કર્મ કરનાર રાજકોટનો શખ્‍સ ઝડપાયો

લગ્ન કરવાની લાલચ આપી વિડીયો વાયરલ કરેલ

જુનાગઢ, તા. ૯: બી ડીવીઝન પોલીસ સ્‍ટેશન, જુનાગઢ વિસ્‍તારમાં ફરીયાદી ભોગબનનારને આરોપી- ધર્મેશભાઈ નાથાભાઇ મકવાણા રહે.-રાજકોટ વાળાએ લગ્ન કરવાની લાલચ આપી ભોગબનનાર  સાથે મીત્રતા કેળવી છેલ્લા બે વર્ષથી અનેક વખત શરીર સબંધ બાંધી અને શરીર સબંધ બાંધેલ તે અંગેનો ભોગબનનારનો વિડીયો બનાવી વિડીયો વાયરલ કરી અને લગ્ન નહી કરી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપેલા અંગેના બનેલ બનાવ બાબતે કલમ-૬૯, ૨૯૬(બી), ૩૫૧(૩) તથા આઇ.ટી. એક્‍ટ કલમ- ૬૬(ઇ), ૬૭ મુજબ ગઇ તા.૧૫/૦૭/૨૦૨૫ ના રોજ ગુન્‍હો રજીસ્‍ટર થયેલ હોય જે ધ્‍યાને લઇ આરોપીઓની હ્યુમન સોર્સ તથા ટેકનીકલ સર્વેલન્‍સના આધારે તપાસ હાથ ધરી આ ગુન્‍હો રજી. થયાના ગણતરીના દિવસોમાં ગુન્‍હામાં સંડોવાયેલ.

ધર્મેશભાઈ નાથાભાઇ મકવાણા ઉ.વ.૪૦ રહે.-રેલનગર-૦૧ રાજકોટને ઝડપી લીધો છે.

આ કામગીરી જુનાગઢ બી ડીવિઝન પોલીસ સ્‍ટેશનના પોલીસ ઇન્‍સ. એ.બી. ગોહીલની સુચના મુજબ પો.હે.કો.  વિપુલભાઇ રાઠોડ તથા પોલીસ કોન્‍સ. હરદાસભાઇ નંદાણીયા તથા રઘુવીરસિંહ જે. સીસોદીયા નાઓ વિગેરે સ્‍ટાફે એ સંયુક્‍તમાં મળીને કરેલ છે.

(1:20 PM IST)