News of Saturday, 9th August 2025
જામનગર મહિલા સ્વ-રોજગાર મેળોઃ બહેનોને મહિલા સ્વાવલંબન, રોજગાર મેળા, સખી વીમા યોજના, બેંક લોન અંગે વિસ્તળત માહિતી અપાઈ
વિવિધ ક્ષેત્રોમાં સફળ થયેલી મહિલાઓનું મોમેન્ટો આપી સન્માનઃ ઇન્ટરવ્યુ અને માર્ગદર્શન

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગરઃ નારી વંદન સપ્તાહના ભાગ રૂપે કસ્તુરબાસ્ત્રી વિકાસ ગળહ ખાતે જિલ્લા રોજગાર કચેરીના સહયોગથી મહિલા સ્વ-રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે શ્રીમતી ક્રિષ્નાબેન સોઢાએ મહિલા સ્વાવલંબન વિશે ાસંગિક ઉદબોધન આપ્યું, જ્યારે ધ્રુવરાજસિંહ દ્વારા રોજગાર મેળા વિશેની માહિતી આપવામાં આવી હતી. એલઆઈસી બ્રાન્ચ મેનેજર મનોજભાઈ રાઠોડે કેન્દ્ર સરકારની વીમા સખી યોજના વિશે વિસ્તળત માહિતી આપી, અને લ્ગ્ત્ના ડાયરેક્ટર મેનેજર વિજયસિંહે મહિલાઓ માટે બેંક લોન અને તાલીમ અંગેની વિગતો જણાવી હતી.
આ કાર્યક્રમમાં જામનગર મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, રોજગાર કચેરીના કાઉન્સેલર ધ્રુવરાજસિંહ, એલઆઈસી બ્રાન્ચ મેનેજર મનોજભાઈ રાઠોડ, એસબીઆઈ ધુંવાવના આરસીટી ડાયરેક્ટર મેનેજર વિજયસિંહ હાજર રહ્યા હતા.
(1:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
