<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 9th August 2025

રક્ષાબંધન નિમિત્તે પાંચ ભાઈઓએ આપ્યો અનોખો સાદ, બહેનોને આપી 10 લાખ ₹ના આર્થિક સુરક્ષા કવચની ભેટ

બહેનને અપાયેલી આ PPSK યોજના માત્ર ભેટ કે પ્રેમની નોંધ નહીં, પણ બહેન અને તેના પરિવારની ભવિષ્યની નાણાકીય સલામતી માટેનું પગલું

( રહીમ વસાયા દ્વારા ) મહુવા : રક્ષાબંધન એટલે માત્ર રેશમની દોર નહીં, પણ લાગણી, વિશ્વાસ અને રક્ષાનું વચન. બહેનની રક્ષાની બદલીમાં ભાઈ સામાન્ય રીતે પૈસા આપીને પોતાનો સ્નેહ પ્રગટ કરે છે. ત્યારે ધી યુથ સેવિંઝ્ એન્ડ ક્રેડિટ કો-ઓપ.સોસા.લિ. ના મેનેજર શૈલેષ એલ.રાદડીયાએ રક્ષા બંધનનાં પવિત્ર દિવસે બહેન હેત્વીને પાટીદાર પરિવાર સુરક્ષા કવચ યોજના આપીને એક નવો સરાહનીય પ્રયાસ કર્યો છે

   . સમસ્ત પાટીદાર સમાજ ટ્રસ્ટની PPSK (પાટીદાર પરિવાર સુરક્ષા કવચ) યોજના અંતર્ગત આ રક્ષાબંધન એક અનોખા સામાજીક જવાબદારીના કાર્ય હેતું ઉજવવામાં આવી રહી છે. રક્ષા બંધન નાં આ પ્રસંગે પાંચ પાટીદાર ભાઈઓએ પોતાની પ્રિય બહેનોને સામાન્ય ગીફ્ટને બદલે એક ખાસ ભેટ રૂપે 10 લાખ ₹ નું આર્થિક સુરક્ષા કવચ ગૌરવ અને આનંદ સહ આપ્યું છે.  બહેનને અપાયેલી આ PPSK યોજના  માત્ર ભેટ કે પ્રેમની નોંધ નહીં, પણ બહેન અને તેના પરિવારની ભવિષ્યની નાણાકીય સલામતી માટેનું ભરોસાપાત્ર પગલું છે.

રક્ષાબંધન એટલે હવે સહજ રિવાજ નહીં પરંતુ સુરક્ષાનું એક વચન છે, હવે આપી શકાય છે ભેટમાં ભવિષ્યની સુરક્ષા. PPSK યોજના દ્વારા પાટીદાર પરિવારો માટે એક મજબૂત આર્થિક કવચ પૂરું પાડવામાં આવે છે. આજની અનિશ્ચિત પરિસ્થિતિ માં પરિવાર માટે આર્થિક સુરક્ષા નું આયોજન ખૂબ જ જરૂરી બની ગયું છે અને રક્ષાબંધનના આ પવિત્ર અવસરે એનું મહત્વ વધુ છે.
આ સંદેશ ખૂબજ મહત્ત્વનો છે કે પ્રેમની સાથે ભવિષ્યની તૈયારી પણ ભેટમાં આપવામાં આવે.તેમ રહીમ આર વસાયા એ એક અખબારી યાદીમાં જણાવાયું છે


 

(11:02 PM IST)