તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Saturday, 9th August 2025
કાલાવડ માછરડા સોસાયટી લીમડાવાળા ચોકમાં જાહેરમાં જુગાર રમતા ત્રણ શખ્શોને પકડી પડતી કાલાવડ ટાઉન પોલીસ
માછરડા સોસાયટી લીમડાવાળા ચોકમાં જાહેરમાં તીન પતી રોન પોલીસ નામનો જુગાર રમતા ત્રણ આરોપીને 13 હજારથી વધુના રોકડ સાથે ઝડપી લેવાયા

રાજકોટ રેન્જ રાજકોટ વિભાગના રેન્જ IGP અશોકકુમાર યાદવ (IPS) તેમજ જામનગર જીલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ (IPS) તથા નાયબ પોલીસ અધિક્ષકઆર.બી.દેવધા જામ.ગ્રામ્ય વિભાગનાઓએ શ્રાવણ મહીના દરમ્યાન જુગારની બદી સંપુર્ણપણે નેસ્તનાબુદ કરવા અને આ શ્રાવણ માસ દરમ્યાન વધુમાં વધુ જુગારધારા હેઠળના કેશો શોધી કાઢવા સ્પેશિયલ ડ્રાઇવ રાખી સુચના કરેલ હોય જેથી કાલાવડ ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર એન.વી.આંબલીયાનાઓના માર્ગદર્શન મુજબ HC ધાનાભાઇ જગાભાઇ મોરી સાથે HC જીતેનભાઇ હરેશભાઇ પાગડાર તથા PC રણજીતસિંહ હેમુભા જાડેજા તથા PC પ્રકાશભાઇ કાનાભાઇ મકવાણા વીગેરે સ્ટાફના માણસો પેટ્રોલીગમા હોય જે દરમ્યાન કાલાવડ PWD સર્કલ પાસે પહોચતા સર્વેલન્સ ટીમને સંયુક્ત રાહે ખાનગી હકીકત મળેલ કે કાલાવડ માછરડા સોસાયટી લીમડાવાળા ચોકમાં જાહેરમાં અમુક શખ્સ ગંજીપતાના પાના વડે તીન પતી રોન પોલીસ નામનો જુગાર રમતા હોય જેથી બાતમી વાળી જગ્યાયે રેઈડ કરી કુલ ત્રણ આરોપીઓને રેઈડ દરમ્યાન કુલ રોકડા રૂ.૧૩,૨૦૦/- સાથે પકડી તેમના વિરુધ્ધ આગળની કાયદેસરની કાર્યવાહી HC ડી.જે.મોરીનાઓ દ્વારા હાથ ધરવામાં આવેલ છે.
જુગાર રમતા પકડાયેલ (૧) મહેશભાઇ મનજીભાઇ રાઠોડ રહે માછરડા સોસાયટી કાલાવડ જી.જામનગર(૨) વિપુલભાઇ તુલશીભાઇ સોંદરવા રહે માછરડા સોસાયટી કાલાવડ જી.જામનગર(૩) દુદાભાઇ કુંભાભાઇ સોંદરવા રહે. માછરડા સોસાયટી કાલાવડ જી.જામનગર
કબ્જે કરેલ મુદામાલ રોકડા રૂ.૧૩,૨૦૦/- તથા ગંજીપતાનાં પાના નંગ-પર કિ.રૂ.. ૦૦/૦૦ મળીને કુલ મુદ્દામાલ રૂ.૧૩,૨૦૦/-
આ કામગીરી કરનાર ટીમના અધિકારી/કર્મચારીઓ પોલીસ ઈન્સપેકટર એન.વી.આંબલીયા તથા HC ધાનાભાઇ મોરી તથા HC જીતેનભાઇ પાગડાર તથા PC રણજીતસિંહ જાડેજા તથા PC પ્રકાશભાઇ મકવાણા તથા WPC ભારતીબેન વાડોલીયા નાઓએ કરેલ
(11:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
