<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 9th August 2025

મોરબીના ગ્રીન ચોક પાસે વૃધ્ધાના ગળામાંથી સોનાના ચેનની ચીલઝડપ કરનાર ઝડપાયો.

વૃદ્ધાના ગળામાંથી એક લાખથી વધુની કિમતના સોનાના ચેનની ચીલઝડપની ફરિયાદ નોંધાઈ હતી

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : મોરબીના ગ્રીન ચોક નજીક વૃદ્ધાના ગળામાંથી એક લાખથી વધુની કિમતના સોનાના ચેનની ચીલઝડપની ફરિયાદ નોંધાઈ હતી જે ફરિયાદને પગલે પોલીસે તપાસ ચલાવી એક આરોપીને ઝડપી લઈને સોનાનો ચેન અને બાઈક સહીત ૧.૫૫ લાખનો મુદમાલ રીકવર કર્યો છે.

ગત તા. ૦૪ ના રોજ ફરિયાદી ભારતીબેન દીપકભાઈ પારેખ નામના વૃદ્ધા ગ્રીનચોકમાં આવેલ કુબેરનાથ મંદિરેથી દર્શન કરી પારેખ શેરીમાં આવેલ શિવા ડોક્ટર શેરીમાં પોતાના ઘરે પરત ફરતા હતા ત્યારે બાઈકમાં આવેલ અજાણ્યા ઇસમેં ગળામાં રહેલ ૧.૦૫ લાખની કિમતનો સોનાના ચેનની ચીલઝડપ કરી નાસી ગયો હતો એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી આરોપીને ઝડપી લેવા સીસીટીવી કેમેરા અને બાતમીદારોને કામે લગાડ્યા હતા.
સોનાના ચેનની ચીલઝડપ કરનાર ઇસમ બાઈક સાથે સિવિલ હોસ્પિટલથી આગળ ઉભો હોવાની બાતમી મળતા ટીમે સ્થળ પરથી આરોપી અજીત હરેશ મુછ્ડીયાને ઝડપી લીધો હતો અને આરોપી પાસેથી ચીલઝડપમાં ગયેલ સોનાનો દોઢ તોલાનો ચેન કીમત રૂ ૧,૦૫,૦૦૦ બાઈક જીજે ૧૦ ઈએ ૮૫૯૩ કીમત રૂ ૫૦ હજાર મળીને રૂ

 


 

(11:28 PM IST)