તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Saturday, 9th August 2025
મોરબીમાં લૂંટના ગુનામાં સંડોવાયેલ બે શખ્શોને પાસા તળે સુરત-વડોદરા જેલ ધકેલાયા.
આરોપી સિકંદર ઇકબાલ કટિયા અને સિકંદર ઉર્ફે સિકલો મુસ્તાક હૈદર કાજેડીયા વિરુદ્ધ પાસા વોરંટ ઈશ્યુ

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી તાલુકા પોલીસ મથકમાં લૂંટના ગુનામાં સંડોવાયેલ બે શખ્શો વિરુદ્ધ પાસા વોરંટ ઈશ્યુ થતા બંને ઇસમોને ઝડપી લઈને પોલીસે સુરત અને વડોદરા જેલહવાલે કર્યા છે.
મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં લૂંટના ગુનામાં સંડોવાયેલ ઈસમો વિરુદ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી જીલ્લા મેજીસ્ટ્રેટ મોરબીને મોકલતા કે બી ઝવેરી જીલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા આરોપી સિકંદર ઇકબાલ કટિયા અને સિકંદર ઉર્ફે સિકલો મુસ્તાક હૈદર કાજેડીયા (રહે બંને માળિયા વાળા) વિરુદ્ધ પાસા વોરંટ ઈશ્યુ કરવામાં આવ્યું હતું જેથી મોરબી તાલુકા પોલીસની ટીમ બનાવી આરોપી સિકંદર કટિયાને લાજપોર મધ્યસ્થ જેલ સુરત અને આરોપી સિકંદર કાજેડીયાને વડોદરા મધ્યસ્થ જેલ હવાલે કરવામાં આવ્યા છે.
(11:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
