તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Saturday, 9th August 2025
મોરબી મચ્છુ જળ હોનારતના દિવંગતોને શ્રદ્ધાંજલિ આપવા શોક યાત્રા યોજાશે.
બપોરે ૩ : ૩૦ કલાકે શોક યાત્રા મહાનગરપાલિકા ગ્રાઉન્ડથી શરુ થશે જે ગાંધી ચોક, શાક માર્કેટ સર્કલ, શક્તિ ચોક થઈને મણીમંદિર ખાતે બનેલા સ્મૃતિ સ્તંભ ખાતે પૂર્ણ કરાશે

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : ૧૧ ઓગસ્ટ ૧૯૭૯ ના ગોઝારા દિવસને ૪૬ વર્ષ વીતી ગયા છે છતાં મોરબીવાસીઓ એ દિવસને આજે પણ ભૂલી શક્યા નથી મોરબીની જીવાદોરી સમાન મચ્છુ ૨ ડેમ તૂટતા સર્જાયેલી તારાજીથી આજે પણ આંખો આંસુથી છલકાઈ જાય છે દર વર્ષે મૃતકોની સ્મૃતિમાં મૌન રેલીનું આયોજન કરવામાં આવે છે જે પરંપરા મુજબ તા. ૧૧ ના રોજ મહાનગરપાલિકા દ્વારા શોક યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.
મોરબી મ્યુનીસીપલ કોર્પોરેશન દ્વારા તા. ૧૧ ઓગસ્ટના રોજ બપોરે ૩ : ૩૦ કલાકે મચ્છુ જળ હોનારતના દિવંગતોને શ્રદ્ધાંજલિ આપવા શોક યાત્રા યોજાશે શોક યાત્રા બપોરે ૩ : ૩૦ કલાકે શોક યાત્રા મહાનગરપાલિકા ગ્રાઉન્ડથી શરુ થશે જે ગાંધી ચોક, શાક માર્કેટ સર્કલ, શક્તિ ચોક થઈને મણીમંદિર ખાતે બનેલા સ્મૃતિ સ્તંભ ખાતે પૂર્ણ કરવામાં આવશે શોક યાત્રામાં મોરબીના નાગરિકો, સામાજિક આગેવાનો, કલેકટર, ધારાસભ્ય અને સંસદ સભ્યો જોડાશે યાત્રા દરમિયાન મૌન જાળવવામાં આવશે અને સ્મૃતિ સ્તંભ ખાતે દિવંગતોને ફૂલહાર કરી આત્માની શાંતિ અર્થે પ્રાર્થના કરવામાં આવશે.
(11:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
