તા. ૧૮ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૯ બુધવાર
News of Monday, 11th August 2025
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી મુન્દ્રા પોર્ટની મુલાકાતે: ભોપાવાંઢ ગ્રામ પંચાયત ભવન ખાતે સોલાર રૂફટોપ પ્રકલ્પનું અનાવરણ
અદાણી પોર્ટના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર રક્ષિત શાહે પોર્ટની આધુનિક સિસ્ટમ, સોલાર પેનલ નિર્માણ સહિતની આપી માહિતી

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૧ : કચ્છની એક દિવસીય મુલાકાતે પધારેલા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કચ્છના મુન્દ્રા પોર્ટની મુલાકાત લીધી હતી. રાજ્યપાલશ્રીએ મુન્દ્રા પોર્ટ ખાતેથી આયાત-નિકાસ, પોર્ટ ઓપરેશન, પોર્ટ ક્ષેત્રમાં આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ સહિતની વિગતો મેળવી હતી.
રાજ્યપાલશ્રીએ અદાણી સોલાર પેનલ નિર્માણ પ્લાન્ટની મુલાકાત લઈને ગ્રીન ઊર્જાના ક્ષેત્રમાં ભારતની આગેકૂચની પ્રસંશા કરી હતી. ત્યારબાદ, મુન્દ્રાના ભોપાવાંઢ ગ્રામ પંચાયત ભવન ખાતે સોલાર રૂફટોપ પ્રકલ્પનું રાજ્યપાલશ્રી દ્વારા અનાવરણ કરાયું હતું.
આ પ્રસંગે માંડવી મુન્દ્રા ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે, અદાણી પોર્ટ એન્ડ સેઝના એક્ઝિક્યુટિવ ડીરેક્ટર રક્ષિત શાહ, અદાણી ફાઉન્ડેશનના સી.એસ.આર હેડ પંક્તિબેન શાહ, કચ્છ કલેક્ટર આનંદ પટેલ, પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક વિકાસ સુંડા, મુન્દ્રા પ્રાંત અધિકારી બી.એચ.ઝાલા સહિત અધિકારીશ્રીઓ, પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
(9:01 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
