તા. ૧૮ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૯ બુધવાર
News of Monday, 11th August 2025
કચ્છના મેઘપર કુંભારડી ગામે ગૌમાતા સાથે સૃષ્ટિ વિરૂધ્ધનું ઘૃણાસ્પદ કૃત્ય કરનાર વિકૃત શખ્સ ઝડપાયો
જાગૃત નાગરિકે મોબાઈલમાં વીડિયો ઉતારી ગૌરક્ષકોને જાણ કરતા પોલીસે ત્વરિત કાર્યવાહી કરી

(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા.૧૧: કચ્છના અંજારના મેઘપર કુંભારડી વિસ્તારમાં ગૌમાતા સાથે અશ્લીલ હરકત કરનાર વિકળત શખ્સ ઈશ્વર રામસિંગ પઢિયાર (રાજપૂત)ને પોલીસે ઝડપી લીધો છે. આ ચોંકાવનારા બનાવમાં રવેચી નગરમાં રહેતા પ્રતિક ગોહેલે અંજાર પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ મુજબ, ગત રાત્રે તેઓ પોતાના ઘરની અગાસી પર સૂતા હતા. રાત્રે અંદાજે સાડા ત્રણ વાગ્યે જ્યારે તેઓ પાણી પીવા નીચે ઉતર્યા, ત્યારે ઘરની આગળ ગાયોનું ટોળું બેઠેલું હતું. આ દરમિયાન તેમણે જોયું કે એક વ્યક્તિ ગાય સાથે અશ્લીલ કળત્ય કરી રહ્યો હતો. પ્રતિકભાઈએ તરત જ મોબાઈલ ફોનમાં વીડિયો ઉતાર્યો હતો. પોતાનો મોબાઈલ ફોનમાં વીડિયો ઉતરતો જોઈને આરોપી ત્યાંથી નાસી ગયો હતો. આ બાબતની જાણ પ્રતિકભાઈએ વિશ્વ હિન્દુ પરિષદના ગૌરક્ષકને કરી હતી. આ ગૌરક્ષકે તરત જ અંજાર પોલીસને જાણ કરતા પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે પણ ત્વરિત કામગીરી કરી આરોપી ઈશ્વર રામસિંગ રાજપૂત (રહેવાસીઃ રવેચી નગર, મેઘપર કુંભારડી)ની અટકાયત કરી હતી. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. લોકોએ ગૌમાતા સાથે આવું ઘૃણાસ્પદ કળત્ય આચરનાર આરોપી સામે ભારે ફિટકાર વરસાવ્યો છે.(૨૩.૬)
(10:08 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
