તા. ૧૮ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૯ બુધવાર
News of Monday, 11th August 2025
ભોગાવોમાંથી વધુ એક અજાણ્યા યુવાનની લાશ મળી : બે દિ'માં કુલ પાંચ મળતા સુરેન્દ્રનગર કોલ્ડસ્ટોરેજ બંધ હોઇ મૃતદેહો રાખવાની મુશ્કેલી !

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા., ૧૧: સુરેન્દ્રનગર શહેરના રિવરફ્રન્ટ પાસે પસાર થતો ભોગાવવા નદીના પટમાં કચરાના ઢગલામાંથી લાશ મળી આવી છે ત્યારે લોકોમાં જાણકારી મળતાની સાથે જ લોકો ઘટના સ્થળ ઉપર એકઠા થયા હતા ત્યારે આ અંગેની જાણકારી બી ડિવિઝન પોલીસ મથકને મળતાની સાથે જ પોલીસ ઘટના સ્થળ ઉપર દોડી આવી ે સુરેન્દ્રનગર શહેરમાં છેલ્લા બે દિવસથી બિનવારસી લાશો મળી આવે છે ત્યારે વઢવાણ ભોગવવામાં પણ લાશ મળી આવી હતી એસટી બસ સ્ટેન્ડ પાસે આવેલ કોમ્પ્લેક્સના છત ઉપર મહિલાની લાશ મળી આવી હતી ધાંગધ્રા ખાતે બંધ મકાનમાં દુર્ગંધમાંથી મકાન માલિકની લાશ પણ મળી આવી હતી આમ છેલ્લા બે દિવસમાં ચાર લાશો મળી આવી છે ધાંગધ્રા સહિત પાંચ લાશો સુરેન્દ્રનગર શહેરમાં બે દિવસમાં મળી આવી છે જ્યારે એકલાશ શ્રદ્ધા હોટલની સામેથી પણ મળી આવેલ હતી આમ સુરેન્દ્રનગર શહેરના પ્રોપર બી ડિવિઝન વિસ્તારમાં ચાર સુરેન્દ્રનગરમાં અને એક ધાંગધ્રામાં મળી અને પાંચ લાશો મળી છે હજુ એક પણ લાશનો વારસદાર કોણ છે અને આ લાશ વાળો કોણ છે પોલીસ માટે પડકાર જનક બન્યું છે
બી ડિવિઝન વિસ્તારમાં બિનવારસી લાશ બે દિવસમાં ચાર મળી છે સુરેન્દ્રનગર જિલ્લાનું સાર્વજનિક હોસ્પિટલ એટલે મહાત્મા ગાંધી હોસ્પિટલ કે જ્યાં સરકારની તમામ સુવિધાઓ ઉપલબ્ધ હોવી જોઈએ જેમાં ખાસ કરી આવી બિન વારસી મળતી લાશોને રાખવા માટે કોલ્ડ સ્ટોરેજની વ્યવસ્થા રાખવાની હોય છે ત્યારે હોસ્પિટલ ખાતે કોલ્ડ સ્ટોરેજ ન હોવાનું અને માત્ર એક જ લાશ સાચવી શકાય તેવી સગવડ હોવાના કારણે પોલીસ તંત્રમાં પણ ભારે દોડધામ મચી ગઈ છે અને જિલ્લાનું આ બિન વારસી લાશો સાચવવા માટેનું એકમાત્ર સ્ટેન્ડ છે અને જ્યાં છેલ્લા બે દિવસમાં ચાર લાશો મળતા આ ચાર લાશોને કયાં રાખવી એ પણ એક પ્રશ્ન સર્જાયો છે ત્યારે ચારે ચાર લાશોના કોઈ વંશવારસો મળ્યા નથી જ્યારે ધાંગધ્રામાં પણ મળેલ લાશ જેના પણ વાલી હજુ સુધી ન મળ્યા હોવાના કારણે હાલમાં સુરેન્દ્રનગર શહેર અને ધાંગધ્રા ખાતે મળેલી લાશો સુરેન્દ્રનગર શહેરમાં રજળી પડી હોવાનું પણ લોકમુખે ચર્ચાઇ રહયું છે. (૪.૨૬)
(10:50 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
