<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 11th August 2025

અમરેલીના એસટી ડ્રાઇવર રવુભાઇ ખાચરનું હાર્ટએટેકથી મૃત્‍યુ થયું

રાજકોટમાં દમ તોડતાં પરિવારમાં શોક

રાજકોટ તા. ૧૧: અમરેલીના હનુમાનપરામાં સત્‍યનારાયણ સોસાયટીમાં રહેતાં રવુભાઇ પુંજભાઇ ખાચર (ઉ.વ.૪૯) તા. ૫ના રોજ ઘરે હતાં ત્‍યારે છાતીમાં દુઃખાવો ઉપડતાં અમરેલી સારવાર અપાવી રાજકોટ ખાનગી હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. ત્‍યાંથી વધુ સારવાર માટે બેભાન હાલતમાં સિવિલ હોસ્‍પિટલમાં લાવવામાં આવ્‍યા હતાં. અહિ રાત્રીના મૃત્‍યુ થતાં પરિવામાં શોક છવાઇ ગયો હતો. મૃત્‍યુ પામનાર રવુભાઇ ખાચર એસટીમાં ડ્રાઇવર તરીકે નોકરી કરતાં હતાં. સંતાનમાં બે પુત્ર છે. હાર્ટએટેક આવી ગયાનું સગાએ જણાવ્‍યું હતું. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે જરૂરી કાર્યવાહી કરી અમરેલી પોલીસને જાણ કરી હતી.

(2:18 PM IST)