<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 11th August 2025

ધોરાજીના સુપેડીમાં આર્થિક ભીંસથી કાળુભાઇ શીંગાળાનો આપઘાત

મુળ એમપીના યુવાને ઝેરી દવા પી લીધીઃ રાજકોટમાં મૃત્‍યુ

રાજકોટ તા. ૧૧: ધોરાજીના સુપેડી ગામે હસમુખભાઇ લાડાણીની વાડીમાં રહી મજૂરી કરતાં મુળ મધ્‍યપ્રદેશના કાળુભાઇ તોલસીગ શીંગાળા (ઉ.વ.૪૦) નામના યુવાને ગત તા. ૫ના રોજ વાડીએ ઝેરી દવા પી લેતાં ઉપલેટા સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. અહિ અજો સવારે દમ તોડી દેતાં પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી.

આપઘાત કરનાર કાળુભાઇ ખેત મજૂરી કરી ગુજરાન ચલાવતો હતો. તેને મકાન બનાવવું હોઇ પણ આર્થિક ભીંસમાં હોવાથી વ્‍યવસ્‍થા થઇ શકતી ન હોઇ તેના કારણે સતત ચિંતામાં રહેતાં હતાં. આ કારણે ઝેરી દવા પી લીધાનું સગાએ કહ્યુ઼ હતું. કાળુભાઇને સંતાનમાં એક પુત્રી અને બે પુત્ર છે. પોતે ચાર ભાઇમાં મોટા હતાં. હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, મહેશભા જોગડા, ધર્મેન્‍દ્રભાઇ હુદડ, પ્રશાંતભાઇ રાઠોડ, ધર્મેન્‍દ્રભાઇ ચાવડાએ ધોરાજી તાલુકા પોલીસને જાણ કરી હતી.

(11:12 AM IST)