તા. ૧૮ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૯ બુધવાર
News of Monday, 11th August 2025
દ્વારકામાં કાર રેસ્ટોરન્ટમાં ઘૂસી જતા દોડધામ : કાચના દરવાજા-દીવાલને મોટું નુકસાનઃ જાનહાની નથી
કારચાલક પાસે ડ્રાઇવિંગ લાયસન્સ હતું કે નહીં, તે નશાની હાલતમાં હતો કે નહીં કે પછી તેને કાર ચલાવવાનું પૂરતું જ્ઞાન ન હતું તેવા અનેક સવાલો

(વિનુભાઈ સામાણી દ્વારા)દ્વારકા તા.૧૧ :.. દેવભૂમિ દ્વારકામા કાર રેસ્ટોરન્ટમાં ઘૂસી જતા દોડધામ મચી ગઇ છે. કાચના દરવાજા-દીવાલને મોટું નુકસાન થયું છે.યાત્રાધામ દ્વારકામાં ખાનગી રેસ્ટોરન્ટમાં કાર ઘૂસી જતા ભારે નુકસાન થયું છે. ભદ્રકાલી વિસ્તાર તરફથી બેદરકારીપૂર્વક કાર ચલાવી રહેલો કારચાલક રબારી ગેટ હાઇવે પાસે આવેલ બાંસુરી ગાર્ડન રેસ્ટોરન્ટમાં ઘૂસી ગયો હતો.
અચાનક થયેલી આ ઘટનાથી રેસ્ટોરન્ટના કાચના દરવાજા તથા દીવાલને મોટું નુકસાન થયું છે. હાલ કારચાલક પાસે ડ્રાઇવિંગ લાયસન્સ હતું કે નહીં, તે નશાની હાલતમાં હતો કે નહીં, કે પછી તેને કાર ચલાવવાનું પૂરતું જ્ઞાન ન હતું તેવા અનેક સવાલો ઉભા થયા છે.
હાલમાં રેસ્ટોરન્ટ માલિકને આર્થિક નુકસાન સહન કરવું પડ્યું છે અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી કરવા માટે આવી રહી છે.(તસ્વીર :- દિપેશ સામાણી-દ્વારકા)
(11:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
