<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 11th August 2025

સાવજ ગરજે... સાવજ ગરજે... વનરાવનનો રાજા ગરજે... ચોટીલા તાલુકામાં વિશ્વ સિંહ દિવસની ઉજવણીમાં ૩૨ હજાર લોકો સહભાગી બન્‍યા

 

 ચોટીલા :..  સમગ્ર વિશ્વમાં સિંહોનો વસવાટમાં મોખરે રહેલા  ગુજરાતનાં ગીર અને બળહદ ગીર પંથકનાં સિંહ માટે લોકોમાં જાગળતિ લાવવા માટે તેમજ ગીરના સિંહોના સંરક્ષણ સંકલ્‍પ માટે વિશ્વ સિંહ દિવસના ચોટીલા તાલુકામાં અનેકવિધ કાર્યક્રમો યોજાયા હતા.   ખાસ ઉજવણી માટે ચામુંડા માતાજીના સાનિધ્‍યમાં તળેટી પગથિયા ખાતે કટ આઉટ સાથે કયુ આર કોડ સ્‍કેન કરી જંગલ, પર્યાવરણમાં સિંહનું મહત્‍વ તેમજ સિંહોની સલામતી માટે આપણી ફરજો માટે જાગળતિ વિડીયો નિહાળવામાં તળેટીમાં ૩૫૦૦ જેટલા માઈભક્‍તો સહભાગી બનેલ હતા તેમજ તળેટી ખાતે થી એક મહારેલીનું આયોજન કરાયેલ હતું.   રેલીમાં ચોટીલા શિક્ષણ વિભાગનાં પ્રાથમિક શિક્ષણાધિકારી બી. ટી. પરમાર, બી. આર. સી કો. પ્રકાશભાઈ પરમાર તથા વન વિભાગનાં આર એફ ઓ, એન.ડી.રોજાસરા,મકવાણા તેમજ વન્‍ય કર્મીઓ તેમજ પોલીસ સ્‍ટાફ સાથે જિલ્લા કોર્ડીનેટર રાસેશભાઇ ગોહિલ તેમજ ચામુંડા માતાજી મંદિર ટ્રસ્‍ટ મહંત સહિતનાં જોડાયા હતા જેમા મોટી સંખ્‍યામાં વિદ્યાર્થી ભાઈ બહેનો એ સિંહ નું મોહરૂ પહેરી સિંહોના રક્ષણ અને જંગલ પર્યાવરણ જાગળતિ નારાઓ સાથે જોડાયા હતા, રાજપરા ગામે પણ રેલી કાર્યક્રમ યોજાયો હતો   તાલુકાની ૧૮૪ શાળાઓમાં, રેલી, વર્કશોપ, નિબંધ, રંગોળી સહિતનાં ખાસ સિંહ દિવસને કેન્‍દ્રમાં રાખીને યોજાયેલ વિવિધ કાર્યક્રમોમાં ભાઇ બહેનો તેમજ ગામના આગેવાનો, સરપંચો તેમજ નાગરીકો સહિતનાં મળી ૩૨૦૦૦ જેટલા  લોકો એ વિશ્વ સિંહ દિવસની ઉજવણીમાં ઉત્‍સાહપૂર્વક ભાગ લઈ ને સિંહ બચાવોનાં શપથ લીધા હતા. (તસવીરઃ હેમલ શાહ)

(12:01 PM IST)