<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 11th August 2025

કચ્છના ઉમૈયા ગામે ૧૦૦ ફૂટ ઊંડા બોરવેલમાં પડેલા બાળકનું દિલધડક રેસ્ક્યુ ઓપરેશન: કોઠાસૂઝ વડે ગ્રામજનોએ બચાવ્યો જીવ : જુઓ વિડિઓ

૮ વર્ષીય બાળકને ગ્રામજનોએ સતત હિંમત આપી દોરડા વડે કરેલ રેસ્ક્યૂનો દિલધડક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૧ : કચ્છના ઉમૈયા ગામે ૧૦૦ ફૂટ ઊંડા બોરવેલમાં પડેલા બાળકનું દિલધડક રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું હતું કોઠાસૂઝ વડે ગ્રામજનોએ જીવ બચાવ્યો હતો

 ખુલ્લા બોરવેલનો પાસે રમતા કે આસપાસ ફરતા બાળકો માટે થોડી બેદરકારી કે ગફલત જાનનું જોખમ સર્જી શકે છે. કચ્છના રાપર તા.ના ઉમૈયા ગામે અકસ્માતે ૧૦૦ ફૂટ ઊંડા બોરવેલમાં પડી ગયેલા ૮ વર્ષીય બાળકને ગ્રામજનોએ પોતાની કોઠાસૂઝ વડે રેસ્ક્યુ ઓપરેશન કરી સહી સલામત બહાર કાઢી તેનો જીવ બચાવી લીધો હતો. બાળકને સતત હિંમત આપી દોરડા વડે કરેલ રેસ્ક્યૂનો દિલધડક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે (વીડિયો: મુકેશ રાજગોર, રાપર)

(12:05 PM IST)