News of Monday, 11th August 2025
વંથલીમાં ૧ ઇંચ વરસાદઃ સૌરાષ્ટ્ર-કચ્છમાં ઝાપટા
આખો દિવસ વાદળછાંયુ વાતાવરણ યથાવતઃ સાર્વત્રિકના બદલે ઝાપટારૂપે વરસતો વરસાદ

રાજકોટ તા. ૧૧ :. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સર્વત્ર વાદળછાંયા વાતાવરણ વચ્ચે હળવા-ભારે ઝાપટા પડી રહ્યા છ.ે જુનાગઢના વંથલીમાં ૧ ઇંચ વરસાદ પડયો હતો.
જુનાગઢ
(વિનુ જોશી દ્વારા) જુનાગઢ :.. જીલ્લાનાં વંથલીમાં એક ઇંચ, જુનાગઢમાં પોણો ઇંચ, વિસાવદર, માણાવદર, કેશોદમાં ઝાપટા પડયા હતાં.
સુરેન્દ્રનગર
(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ :..
સુરેન્દ્રનગર જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા સતત વરસાદની આગાહી કરાઈ રહી છે. પરંતુ વરસાદ હાથતાળી દઈને જતો રહે છે. છેલ્લે તા. ૫મી ઓગસ્ટે ચૂડા, સાયલા અને થાનમાં વરસાદી ઝાપટા વરસ્યા હતા. ત્યારે ૫ દિવસ બાદ તા. ૧૦મીના રોજ સાંજે તડકા વચ્ચે જોરદાર વરસાદી ઝાપટુ સુરેન્દ્રનગર શહેરમાં આવ્યુ હતુ. સાંજના ૪થી ૬ના સમયમાં અંદાજે ૫-૭ મીનીટ વરસેલો વરસાદ ૩ મીમી વરસ્યો હતો.આગામી તા. ૧૬મી ઓગસ્ટ સુધી સુરેન્દ્રનગર જિલ્લા સહિત સમગ્ર રાજયમાં હળવાથી ભારે વરસાદની આગાહી છે. ત્યારે જન્માષ્ટમીના મેળામાં વરસાદ વિલન બનશે કેમ તેમ વિચારી મેળાના આયોજકોના જીવ ઉંચા થઈ ગયા છે. ત્યારે સતત એક કલાક સુધી સુરેન્દ્રનગર વઢવાણમાં વરસાદ વરસ્યો હતો અને ચારેકોર પાણી ભરાઈ જવા પામ્યા હતા.
જામનગર
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર : બાજરા સંશોધન કેન્દ્ર જામનગર, તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લઘુતમ તાપમાન ર૬, મહત્તમ તાપમાન ૩ર, ભેજનું પ્રમાણ ૮પ ટકા, પવનની ગતિ ૭.૩ કિ. મી. રહી હતી.
(12:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
