તા. ૧૮ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૯ બુધવાર
News of Monday, 11th August 2025
શ્રાવણના ત્રીજા સોમવારે શ્રી સોમનાથ મહાદેવના દર્શને ભાવિકો ઉમટયા
બપોર સુધીમાં અડધા લાખ ભાવિકો દર્શન કરીને ધન્ય થયાઃ પાલખીયાત્રા મહાઆરતી, પૂજન, અર્ચનના વિશેષ કાર્યક્રમો

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા. ૧૧ : વિશ્વ નું પ્રથમ જર્યોતિલીગ સોમનાથ મહાદેવના સાંનિધ્યમાં ત્રીજા સોમવાર ની પુર્વ સંધ્યા થી ભકતોનો પ્રવાહ વધવા લાગેલ હતો તેમજ ટ્રસ્ટ ના તમામ ગસ્ટહાઉસો હાઉસફુલ થયેલ હતા. આજે સવારે દર્શન ખુલતા બપોર સુધીમાં પ૦ હજાર ભાવિકોએ દર્શન કર્યા હતા.
સોમનાથ ટ્રસ્ટ ના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા એ જણાવેલ હતું કે શ્રાવણ માસ ના ત્રીજા સોમવારે ટ્રસ્ટ વહીવટી પોલીસ તંત્ર દ્વારા શિવભકતોને કોઈપણ અગવડતા ન પડે તે માટે વ્હેલીસવારે ૪ વાગ્યા થી આયોજન કરાયેલ હતું તેમજ ટ્રસ્ટ દ્વારા પ્રાત મહાપુજા સવારે ૬ થી ૭,પ્રાત આરતી સવારે ૭ થી ૭.૧૫, સવાલક્ષ બિલ્વાર્ચન સવારે ૭.૩૦ થી ૧૦.૪૫,પાલખીપુજન તથા યાત્રા સવારે ૮.૩૦ કલાકે, મધ્યાન મહાપુજન બપોરે ૧૧ થી ૧૨, મધ્યાન આરતી ૧૨ થી ૧૨.૧૫ વાગ્યા સુધી માં ૫૦ હજાર થી વધુ શિવ ભક્તો એ શીશ ઝુકાવ્યું હતું
તેમજ ટ્રસ્ટ દ્વારા વળધ્ધ, અશકત, અપંગ વ્યકિતઓ માટે પાર્કીંગ થી લઈ મંદિર સુધી વિના મૂલ્યે અલગ વ્યવસ્થા કરવામાં આવેલ હતી.સંસ્થાઓ શિવભકતો દ્વારા ફરાળની વ્યવસ્થા રાખવામાં આવેલ હતી તેમજ સોમનાથ ટ્રસ્ટ, ડોંગરેજી મહારાજ અન્નક્ષેત્ર દ્વારા ભોજનાલયમાં વિના મુલ્યે ભોજનની વ્યવસ્થા કરાયેલ હતી ગીર સોમનાથ તથા જુનાગઢ જિલ્લામાંથી પગપાળા પાંચ હજાર થી વધુ શિવ ભક્તો માટે હાઈવે ઉપર અનેક સ્ટોલ ની વ્યવસ્થા કરવામાં આવેલ છે જેમાં પાણી શરબત ફરાળી વાનગીઓ સહિત ની સુવિધા કરવામાં આવેલ હોય.
ગીર સોમનાથ જીલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજા ની સુચના મુજબ સોમનાથ સુરક્ષાના ડીવાયએસપી,પી.આઈપી.એસ. આઈએસ.આર.પી, હોમાગાર્ડ, ગ્રામ્ય રક્ષક દળ, સોમનાથ સીકયુરીટી દ્વારા કડક બંદોબસ્ત રાખી શિવભકતોને સુંદર રીતે દર્શન થઈ શકે તે માટે વ્યવસ્થા કરવામાં આવેલ હતી.પવિત્ર શ્રાવણ માસના તળતીય સોમવારે સોમનાથ મહાદેવના દર્શન માટે ભક્તોની વિશાળ ભીડ ઉમટી પડી હતી. સમગ્ર મંદિર પ્રાંગણમાં શ્રદ્ધાળુઓની ભાવભીની હાજરી જોવા મળી હતી, જ્યાં ભક્તો દૂર દૂરથી જળ કાવડયાત્રા સ્વરૂપે પુષ્પો, બિલ્વપત્ર અને પવિત્ર જળ લઈ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં પધાર્યા હતા.શ્રાવણ માસ દરમિયાન દર સોમવારે ભક્તોની શ્રદ્ધા અને ભક્તિભરી ઉમંગભેર હાજરી સોમનાથ મહાદેવના દિવ્યતાને વધુ ઉજાગર કરે છે.
(12:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
