News of Monday, 11th August 2025
કોરીડોરના સમર્થનમાં પ હજાર લોકો સોમનાથ આવશેઃ દિનુભાઇ સોલંકી
શ્રી સોમનાથ મહાદેવના દર્શને આવેલા પૂર્વ સાંસદે અનેક હોદેદારો સામે આક્ષેપો કર્યાઃ રોષ ઠાલવ્યો

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ તા. ૧૧ :.. સોમનાથમાં કોરીડોરના સમર્થનમાં પૂર્વ સાંસદ દિનુભાઇ સોલંકીએ પ્રતિક્રીયા આપીને વિરોધ કરનારાઓને આડે હાથે લીધા હતાં.
શ્રી સોમનાથ મહાદેવના દર્શને આવેલા દિનુભાઇ સોલંકીએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, સોમનાથ કોરીડોર મામલે અનેક લોકો રાજકીય રોટલા શેકી રહ્યા છે. જે બિલકુલ વ્યાજબી નથી.
પૂર્વ સાંસદ દિનુભાઇ સોલંકીએ વધુમાં જણાવ્યું કે સોમનાથ કોરીડોરના સમર્થનમાં કોડીનાર તાલુકાના લોકો બંધ પાળશે. અને પ હજાર લોકો પગપાળા કરીને સોમનાથ આવશે. અને કોરીડોરને સમર્થન આપશે.
પૂર્વ સાંસદ દિનુભાઇ સોલંકીએ વધુમાં જણાવ્યું હતું કે, સોમનાથમાં પહેલા પણ સાધુ સમાજ, દેવીપૂજકોના મકાનો તોડવામાં આવ્યા ત્યારે આ આગેવાનો કયા ગયા હતાં. ? પૂર્વ સાંસદ દિનુભાઇ સોલંકીએ નામજોગ પ્રભાસપાટણ બ્રહ્મસમાજના પ્રમુખ હેમલ ભટ્ટ, રબારી સમાજના પ્રમુખ બાલાભાઇ શામળા, પાલીકા પ્રમુખના પતિ જયદેવજાની સામે આક્ષેપો કરતા સનસનાટી મચી ગઇ છે.
(12:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
