<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 11th August 2025

જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના હડિયાણા ગામે ગ્રામ પંચાયતની સરકાર હસ્તકની 12000 સ્ક્વેરફૂટમાં જર્જરીત બાંધકામ તોડી પાડવા ડિમોલેશન

જગ્યામાં દબાણ કરેલ લોકો દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવતા પોલીસે અટકાયત કરી : ડિમોલેશન કરાયેલ જગ્યા શાળા માટે ફાળવવા માટે અગાઉ હુકમ થયો હતો

જામનગર::જામનગર જિલ્લાના જોડિયા તાલુકામાં આવેલ હડિયાણા ગામે ડિમોલેશન કાર્યવાહી હાથ ધરાઈ છે. ગ્રામ પંચાયતની સરકાર હસ્તકની 12000 સ્ક્વેરફૂટમાં ઊભા જર્જરીત બાંધકામ તોડી પાડવા ડિમોલેશન કાર્યવાહી હાથ ધરાઇ છે. ગ્રામ પંચાયતની સરકારી જગ્યામાં ધાર્મિક બાંધકામ પણ કરાતું હોવાનું ધ્યાને આવ્યું હતું . ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મામલતદાર અને ગ્રામ પંચાયતની ટીમ દ્વારા બુલડોઝર સાથે ડિમોલેશન કાર્યવાહી શરૂ  કરવામાં આવી ત્યારે ડિમોલેશન કરવામાં આવતી જગ્યામાં દબાણ કરેલ લોકો દ્વારા વિરોધ પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો તેને પોલીસે અટકાયત કરી ડિમોલેશન કાર્યવાહી શરૂ કરી છે. ડિમોલેશન કરાયેલ જગ્યા શાળા માટે ફાળવવા માટે અગાઉ હુકમ થયો હતો.(તસવીર : કિંજલ કારસરીયા, જામનગર)

(1:17 PM IST)