<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 11th August 2025

ગોડલ પાસે ર૯ લાખનો દારૂ-બિયરનો જથ્થો પકડાયો

તાલુકા પોલીસે કટીંગ વખતે જ દરોડો પાડી ૧૦ શખ્સોને ૩૮.૯૮ લાખના મુદામાલ સાથે ઝડપી લીધાઃ ૭ શખ્સોના નામ ખુલ્યા

તસ્વીરમાં દારૂનો જથ્થો અને પકડાયેલ શખ્સો નજરે પડે છે. (તસ્વીરઃ ભાવેશ ભોજાણી ગોîડલ)
ગોંડલ તા. ૧૧ઃ ગોંડલ તાલુકા પોલીસે ભોજપરાની સીમમાં કટીંગ વખતે આવેલા ગોડાઉન ઉપર છાપો મારી ઇંગ્લીશ દારૂ અને બિયરની ૫૮૧ પેટી ૧૧૯૧૨ બોટલ ઉપરાંત ત્રણ વાહનો,મોબાઈલ મળી કુલ રુ.૩૮,૯૮,૯૭૬ નાં મુદ્દામાલ સાથે દશ શખ્સોની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી.
તાલુકા પોલીસ સ્ટેશન નાં પીઆઇ ઍ. ડી. પરમાર, પ્રતાપભાઇ, રુપક બોહરા,રણજીતભાઈ ધાધલ સહિતે વહેલી સવારે બાતમી નાં આધારે ભોજપરા ની સીમ માં કૃષ્ના ફર્નિચર ની પાછળ આવેલા ગૌરવ અરુણભાઇ જેઠવા નાં ગોડાઉન પર દરોડો પાડી રુ.૨૯૦૮૦૫૬ ની કિંમત નો ઇંગ્લીશ દારુનો જથ્થો પકડી પાડી ગોડાઉન માલીક ગૌરવ જેઠવા,યશપાલ મુકેશભાઈ સાકરીયા, નિલેશ ભગવાનજીભાઈ  સોલંકી, અનિશ સિરાજભાઇ ગિલાણી, રહે.બધા ગોંડલ, ગુડુ કેરુભાઇ ભુરીયા,ગુડુ ચૈતાનભાઇ ગણાવા,સેના વસના ભુરીયા,ભજુ કેસીયા મકવાણા, અનિલ રમેશભાઈ ખરાડી તથા મહેશ રાકેશભાઈ ખરાડી મુળ મધ્યઙ્ખદેશ હાલ ઉમવાડા ચોકડી ગોંડલ વાળાને જડપી લઇ કાર્યવાહી હાથ ધરી હતી.પોલીસ પુછપરછ માં કનેક્શન ધરાવતા વધુ નામ ખુલ્યા હોય પકડવા તજવીજ હાથ ધરી છે.
પોલીસ તપાસમાં ગોîડલના ધર્મેશ ઉર્ફે કુકડો, વિપુલ હાથીભાઇ લાલુ રે. રબારીકા, રોહિત ઉર્ફે ધનો મકવાણા તથા હરેશ રવજીભાઇ મકવાણા રે. બંન્ને જેતપુર તથા ભૂપત મારવાડી રે. ચાંચોર રાજસ્થાન સહિત ૭ શખ્સોના નામ ખુલતા તમામની શોધખોળ હાથ ધરાઇ છે. (૭.૧૮)

 

(1:26 PM IST)