તા. ૧૮ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૯ બુધવાર
News of Monday, 11th August 2025
વેટરનરી કોલેજ, કામધેનુ યુનિવર્સિટી, જુનાગઢ ખાતે આંતરરાષ્ટ્રીય બિલાડી દિવસની ઉજવણી

જુનાગઢ, તા.૧૧: પશુપાલકો અને બિલાડી પ્રેમીઓ માટે કામધેનુ યુનિવર્સિટીની વેટરનરી કોલેજ, જુનાગઢ ખાતે આંતરરાષ્ટ્રીય બિલાડી દિવસ નિમિત્તે વિશેષ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ બિલાડીઓની સારસંભાળ વિશે જનજાગળતિ ફેલાવવી અને તેમની આરોગ્યસંભાળને પ્રોત્સાહન આપવો રહ્યો હતો. કાર્યક્રમ દરમિયાન બિલાડીઓ માટે મેડિસિન વિભાગ દ્વારા નિઃશુલ્ક ડિર્વોમિંગ કેમ્પ પણ યોજાયો હતો, જેમાં નિષ્ણાંત ડૉક્ટરોની ટીમ દ્વારા બિલાડીઓને આંતરિક પરોપજીવીઓ સામે રક્ષણ આપતી દવાઓ આપવામાં આવી. આ પ્રસંગે વેટરનરી કોલેજના વિભિન્ન વિભાગોના નિષ્ણાતો અને વિદ્યાર્થીઓએ બિલાડીઓના વ્યવહાર, પોષણ, સ્વચ્છતા અને રોગ નિયંત્રણ વિષે માહિતી આપી હતી.
ડૉ..એમ. આર. ગડરિયા (આચાર્ય), ડૉ. એસ. વી. માવદિયા, (એન.એન.એસ. ઓફિસર), ડો. એ.એ. વાઘ, ડો.આર.એચ ભટ્ટ, ડો. જે.બી. કથિરિયા, ડૉ. એ. કે. બિલવાલ, અને ડૉ. પી. જી. ડોડિયા સહીતના નિષ્ણાંતોએ આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. કોલેજના આચાર્ય ડૉ.એમ. આર. ગડરિયા તથા આયોજન સમિતિએ પશુપાલકોને બિલાડીઓના સમયસર રસીકરણ અને ડિર્વોમિંગ માટે પ્રોત્સાહિત કર્યા તથા બિલાડી-પ્રેમીઓ માટે આવનારા સમયમાં વધુ આવા કાર્યક્રમો યોજવાની પ્રતિબધ્ધતા વ્યકત કરી હતી
(1:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
