તા. ૧૮ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૯ બુધવાર
News of Monday, 11th August 2025
મોરબીમાં મચ્છુ જળ હોનારતના દિવંગતોને શ્રદ્ધાંજલિ આપવા બપોરે શોકયાત્રા : મૌનરેલી

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબીમાં ૧૧: ઓગસ્ટ ૧૯૭૯ના રોજ મચ્છુ જળ હોનારતની ઘટના બની હતી જેમાં ઘણા બધા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા જેથી આ દિવંગતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે દર વર્ષે મૌન રેલી યોજાઇ છે તેવી જ રીતે કાલે મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.
મોરબીના મચ્છુ જળ હોનારતને ૪૬ વર્ષ થઈ ગયા છે તેમ છતાં પણ આજે મોરબીમાં ગોઝારા દિવસની યાદમાં તારાજીના દ્રશ્ય લોકોની નજર સામે આવશે જેથી તેઓની આંખોમાંથી આંસુ સરી પડશે. મોરબી મહાપાલિકા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ મળતકોની સ્મળતિ સ્તંભ સુધી મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું છે અને તા ૧૧ ને સોમવારે મોરબીમાં શોકયાત્રા યોજાશે. આ રેલી મહાપાલિકા કચેરીથી બપોરે ૩:૩૦ કલાકે નીકળશે અને મચ્છુ જળ હોનારતના દિવંગતોના સ્મળતિ સ્તંભ પાસે પૂર્ણ કરવામાં આવશે. આ રેલીમાં મોરબીના રાજકીય અને સમાજિક આગેવાનો, કલેકટર, કમિશનર સહિતના અધિકારીઓએ જોડાશે.(
(4:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
