તા. ૧૮ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૯ બુધવાર
News of Monday, 11th August 2025
ભીમરાણાના મોગલધામમાં મહંત ઘનશ્યામગિરીબાપુની મૂર્તિનું અનાવરણઃ પ્રથમ નિર્વાણતિથિ નિમિત્તે સંતવાણીનો કાર્યક્રમ

ભીમરાણાઃ મોગલમાંની જન્મભૂમિ ભીમરાણામાં આવેલા આઈશ્રી મોગલધામ મંદિરના મહંત પ.પૂ. ઘનશ્યામગિરીબાપુની પ્રથમ નિર્વાણતિથિ નિમિત્તે તેમની સમાધિ અને મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધાર્મિક વિધિ-વિધાન અને સંતવાણીના કાર્યક્રમનું આયોજન થયું હતું
પૂજ્ય ઘનશ્યામગિરીબાપુએ વર્ષો પહેલાં મોગલમાંની જન્મભૂમિ પર તપヘર્યા કરીને એક વેરાન વગડામાં ભવ્ય ચારણી શક્તિપીઠ મોગલધામનું નિર્માણ કર્યું હતું. તેમની મા મોગલ પ્રત્યેની અપાર શ્રદ્ધા અને દ્રઢ સંકલ્પના કારણે આ સ્થળ આજે અઢારેય વર્ણની આસ્થાનું કેન્દ્ર બન્યું છે. વર્તમાન મહંત આઈશ્રી જયામાંની ભક્તિ અને ગૌ સેવા પ્રત્યેની લાગણી પણ અદ્વુત છે.
તેમના દ્વારા કરવામાં આવતી દિવ્ય જ્યોત આરતી અને ફૂલોથી શણગારેલા મા મોગલના દર્શન ભક્તોને સાક્ષાત ભગવતીનો અનુભવ કરાવે છે. અહીં રોજ હજારો લોકો ભોજન પ્રસાદ લે છે અને રહેવાની પણ ઉત્તમ વ્યવસ્થા છે. દ્વારકાથી ૨૦ કી.મી. દૂર આ પવિત્રધામ આવેલું છે. અહિં ૧૩૦૦ વર્ષે પૂર્વે માનું પ્રાગ્ટય થયું હતું. હજારો લોકો અહીં દર્શનાર્થે આવે છે. અહીં નિઃશુલ્ક જમવા, રહેવાની વ્યવસ્થા પણ ઉપલબ્ધ છે. રોજ ૨ થી ૩ હજાર ભાવિકો ભોજન પ્રસાદ અહીં લ્યે છે.
ગત વર્ષે શ્રાવણ સુદ પૂનમના રોજ બ્રહ્મલીન થયેલા પ.પૂ. ઘનશ્યામગિરીબાપુની પ્રથમ નિર્વાણતિથિએ પૂજ્ય આઈશ્રી જયામાં અને પૂર્વાશ્રમના ટાપરિયા પરિવાર, સોકલી દ્વારા તેમની સમાધિ અને મૂર્તિનું અનાવરણ હિન્દુ સંસ્કૃતિ અને સંત પરંપરા મુજબ મંત્રોચ્ચાર સાથે કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે જૂના પંચ દશનામ અખાડાના આંતરરાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને ગીરનાર સંત મંડળના પ્રમુખ શ્રી ઈન્દ્રભારતી બાપુએ મધ્યરાત્રિએ ગંગાજળ અને ભસ્મવિધિથી અભિષેક કર્યો હતો. સવારે આઈશ્રી જયામાંએ બાપુની મૂર્તિને પંચામૃત અને ગંગાજળથી સ્નાન કરાવી, પુષ્પવૃષ્ટિ બાદ મંત્રોચ્ચાર સાથે લોકાર્પણ કર્યું હતું.
આ દિવ્ય કાર્યક્રમની પૂર્વ સંધ્યાએ સંતવાણી, માતાજીની ચરજો અને ગુણગાનનો કાર્યક્રમ પણ યોજાયો હતો. પૂજ્ય શ્રી ઈન્દ્રભારતી બાપુએ ઘનશ્યામગિરીબાપુ સાથેની તેમની મિત્રતા અને સંત-અખાડા પરંપરા વિશે માહિતી આપી શ્રદ્ધાંજાલિ અર્પણ કરી હતી.
આ સમગ્ર કાર્યક્રમમાં ટાપરિયા પરિવાર, સોકલી, ટ્રસ્ટના ટ્રસ્ટીઓ, સંતો-મહંતો, માતાજીઓ, મોગલછોરૂ, પૂજ્ય બાપુના સેવકો, ચારણ સમાજ સહિત ઇતર સમાજના આગેવાનો, શ્રેષ્ઠીઓ અને વિશિષ્ટ મહેમાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સૌએ મહાન સંત અને મા મોગલને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી શ્રદ્ધા વ્યક્ત કરી હતી
(4:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
